ઉત્તર પ્રદેશ ના ગાજીપુર જિલ્લામાં ગંગા નદી માં વહી રહેલા એક લાકડાના બોક્સમાં 21 દિવસની માસૂમ બાળકી મળી આવી છે.જેમાં ગાજીપુરમાં દદરી ઘાટના કિનારે ગંગામાં વહી રહેલા બોક્સમાંથી બાળકીના રડવાનો અવાજ સાંભળીને જ્યારે નાવિકે તેને ખોલ્યું તો તેની આંખો પહોળી થઈ ગઈ. બોક્સમાં દેવી-દેવતાઓની તસવીરો અને જન્મકુંડળની સાથે એક માસૂમ બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી. ત્યારબાદ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી. પોલીસે બાળકીને આશા જ્યોતિ કેન્દ્ર મોકલી આપી છે અને તપાસમાં લાગી ગઈ છે.
મળતી માહિતી મુજબ, દદરી ઘાટ પર ગંગા નદીના કિનારે એક લાકડાનું બોક્સમાંથી એક નાવિકને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. નાવિકે પાસે જઈને જોયું તો લાકડાના બોકસની અંદરથી કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં સુધીમાં ઘાટ પર હાજર લોકો પણ ત્યાં એકત્રિત થઈ ગયા.
લોકોએ લાકડાનું બોક્સ ખોલ્યું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. લાકડાના બોક્સમાં એક માસૂક બાળકી હતી, જે રડી રહી હતી. આશ્ચર્યની વાત એ હતી કે બોક્સમાં દેવી-દેવતાઓની તસવીરો લાગેલી હતી અને એક જન્મકુંડળી પણ હતી, જે કદાચ બાળકીની જ હોય. જન્મકુંડળીમાં બાળકીનું નામ ગંગા લખ્યું છે.

