રાજ્યમાં ભૂમાફિયાઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પણ અનેક ભૂમાફિયાઓએ સરકારી અને બિન સરકારી જમીન ઉપર કબજો જમાવીને રાખ્યો હતો. જેને લઇને સરકારે તેમની સામે લાલ આંખ કરતા પોલીસે આવા અસામાજીક તત્વોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ નોંધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પ્રસાશન દ્વારા તેમની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી હતી. જેની શાહી હજી સુખાઇ પણ નથી ને મોરબી પાસેની જમીન વિવાદ મામલે ત્રણ ઇસમોની સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટની ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકના ખાનપર ગામે સરકારી જમીન પર ત્રણ શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલ હોય જે મામલે મોરબી ગ્રામ્ય વિસ્તારના મામલતદાર દ્વારા ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબીગ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાય છે
બનાવની મોરબી તાલુકા પોલીસ મથક માંથી મળતી વિગત મુજબ ગ્રામ્ય મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજા ફરિયાદ નોધાવી છે કે ખાનપર ગામમાં ગામ સ.ન.૬૫૭ પેકી 18 ની જમીનમાં દબાણ થયા હોવાની અરજી આવી હતી જે બાબતે અરજીની તપાસ કરતા અને ડી.આઈ.એલ.આર દ્વારા સ્થળ પર જમીન માપણી કરવાતા સરકારી ખરાબા દબાણ થયું હોવાની જાણવા મળતા ડુંગરભાઇ ડાયાભાઇ પરમાર , જગદીશભાઈ ડાયાભાઇ પરમાર અને રતિલાલ ડાયાભાઇ પરમાર સહિતના ત્રણ શખ્સોએ સરકારી જમીન પર અન અધીકુત દબાણ કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમ નોધાયા છે જેની વધુ તપાસ dysp રાધિક ભારાઇ ચલાવી રહય છે
