- અમિત શાહ આજે આવશે અમદાવાદ
- સોમવારે વિવિધ કાર્યક્રમો માં લેશે ભાગ
- દીનદયાળ હોલ ખાતે લેશે રસીકરણ કેન્દ્રની મુલાકાત
- વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર કન્ટેનર ફલાયઓવર નું કરશે લોકાર્પણ
- પાનસર માં રેલવે ઓવરબ્રિજ નું કરશે લોકાર્પણ
- સાંજે કલોલ એપીએમસી બિલ્ડીંગનું કરશે લોકાર્પણ
- કોલવડા અને રૂપાલમાં રસીકરણ કેન્દ્રની લેશે મુલાકાત
- મંગળવારે અમદાવાદમાં કરશે વૃક્ષારોપણ
રાજ્યમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. ત્યારે હવે સ્થિતિ પહેલા જેવી સામાન્ય બનતી જઇ રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે રવિવારેે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બે દિવસનાં પ્રવાસ માટે આવી રહ્યા છે.
વિવાદ / CBSE ધોરણ 12ના ખાનગી વિદ્યાર્થીઓને ખટખટાવ્યા સુપ્રીમના દ્વાર, પરીક્ષા રદ કરવાની માંગ
આપને જણાવી દઇએ કે, અમિત શાહનાં બે દિવસનાં પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપે આ કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યમાં આવતા વર્ષે એટલે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે તૈયારીઓ અત્યારથી જ આરંભી છે. જણાવી દઇએ કે, સોમવારે અમતિ શાહ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સવારે દસ વાગ્યે વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. જે બાદ તેઓ ખોડિયાર કન્ટેનર ડેપો ફ્લાયઓવરનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી અમિત શાહ પાનસર-છત્રાલ પર નવનિર્મિત રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બે બ્રિજો ખુલ્લા મુકાતા ગાંધીનગર-સરખેજ હાઇવે પર અવર-જવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળવાની છે. વળી આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિક પણ હળવો થઇ જશે.
કોરોના અપડેટ / દેશમાં પોઝિટિવિટી રેટ પહોંચ્યો તળિયે,કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
આ સિવાય અમિત શાહ સાંજે કલોલમાં એપીએમસી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. જે બાદ કેન્દ્રિય મંત્રી ગાંધીનગર સ્થિત કોલવડા અને રૂપાલમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત કરશે. જે બાદ તેઓ રૂપાલમાં શક્તિપીઠ વરદાયિની માાતાજીનાં મંદિરનાં દર્શન કરશે. બીજા દિવસે સવારે એટલે કે મંગળવારનાં રોજ અમિત શાહ વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમંથી જોડાશે. વળી સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ બે દિવસની મુલાકાત દરમ્યાન અમિત શાહ આગામી વિધાનસભાની ચૂંટણીને લગતુ માર્ગદર્શન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જે પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય છે, તેના 1 વર્ષ અગાઉ ભાજપ પક્ષ તરફથી તૈયારીઓ શરૂ થઇ જાય છે. ત્યારે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માં છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ ભાજપ પહેલા જ પોતાની તૈયારીઓ બતાવતા કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ ભાજપ ચિંતામાં મુકાયા હોવાની ચર્ચાઓ જનમુખે થવા લાગી છે.

