@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકશાનમાં પ્રતિ એકર રૂ. 3000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ખારાઘોડા, ઝીંઝુવાડા કે ધ્રાંગધ્રાના કૂડા રણમાં મીઠું પકવતા 3500 અગરિયા પરિવારો સહિત ગુજરાતનાં 5 જીલ્લા, 8 તાલુકા અને 109 ગામોના 42500 અગરિયાઓને ( 8500 અગરિયા પરિવારો )આ સહાયનો લાભ નહીં મેળવી શકે એવો ઘાટ સર્જાયો હતો. જે અંગેનો વિસ્તૃત અહેવાલ 18 જૂનના મંતવ્ય વેબ માં છપાયો હતો. જેના પડઘારૂપે હવે સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓને ઓળખકાર્ડ, બેંકખાતા, બે વર્ષના કાંટા રીપોર્ટ સહિતના ડોક્યુમેન્ટના આધારે દરેક અગરિયાઓને સહાયનો લાભ મળશે.

સહાયની હજુ આશા / સરકારે 3 હજારની સહાય કરી પણ સર્વે નંબર 0 ને કારણે રણનાં 8500 અગરિયાને શૂન્ય જ મળશે
આઝાદીના 74 વર્ષ પછી પણ રાજ્ય સરકાર મુજબ આ સમગ્ર રણ વિસ્તારનો કોઇ સર્વે થયેલો નથી. આથી આ વિસ્તારનો કોઇ સર્વે નંબર જ નથી. સર્વે નંબર ઝીરો તરીકે ઓળખાતા આ વિસ્તારનું બધુ જ શૂન્ય. આ 5000 ચો.કિ.મી.નો સમગ્ર વિસ્તાર અન-સર્વે લેન્ડ હોવાથી અને કોઇ પણ રેવન્યુ વિલેજની હદ-હુકુમતમાં આવતી ના હોવાથી પાંચેય જીલ્લાના એક પણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. હાલમાં ગુજરાતનાં સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ અને બનાસકાંઠા મળી 5 જીલ્લાના 8 તાલુકાઓના 109 ગામોના 42500 અગરિયાઓને ( 8500 અગરિયા પરિવારો ) આઝાદી પહેલાથી પેઢી દર પેઢી પરંપરાગતરીતે મીઠું પકવવાનું કામ કરે છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના 3500 અગરિયા પરિવારોનો પણ સમાવેશ થાય છે. બુધવાર સાંજે રાજ્ય સરકારે છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાય માટે તાઉતે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકશાનમાં પ્રતિ એકર રૂ. 3000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ખારાઘોડા, ઝીંઝુવાડા કે ધ્રાંગધ્રાના કૂડા રણમાં અને હળવદ રણમાં મીઠું પકવતા 3500 અગરિયા પરિવારો સહિત ગુજરાતનાં 5 જીલ્લા, 8 તાલુકા અને 109 ગામોના 42500 અગરિયાઓને ( 8500 અગરિયા પરિવારો ) આ સહાયનો લાભ નહીં મેળવી શકે એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

થાનગઢ: ચાર વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતા ઓવર બ્રીજની RTI કરી વિગત મંગાઇ, તંત્રમાં મચી દોડધામ
જે અંગેનો વિસ્તૃત અહેવાલ તા. 18મી જૂનના મંતવ્ય વેબ મા માં છપાયો હતો. આ અહેવાલનો પ્રચંડ પડઘો પડવાની સાથે જીતેન્દ્રકુમાર રાઠોડ સહિતના અગરિયા આગેવાનોની મહેનત અને અગરિયાઓ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પોસ્ટ કાર્ડ લખવાની ઝુંબેશ બાદ સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓને તાઉતે વાવાઝોડામાં સહાય અંગે અગરિયાઓને ઓળખકાર્ડ, આધાર કાર્ડ, બેંકખાતાની વિગત, બે વર્ષના કાંટા રીપોર્ટ સહિતના ડોક્યુમેન્ટના આધારે દરેક અગરિયાઓને સહાયનો લાભ મળશે. આથી હવે કચ્છના નાના રણમાં મીઠું પકવતા તમામ 8500 અગરિયા પરિવારોને પ્રતિ એકર રૂ. 3000 લેખે દશ એકર સુધીનો લાભ મળશે.

