ભારતીય ઉદ્યોગ સંગઠન (IIA) ની મહિલા વિંગના પ્રમુખ વંદના મિશ્રાનું શુક્રવારે મોડીરાતે ઉત્તર પ્રદેશના કાનપુરમાં મોત થયું છે. રાષ્ટ્રપતિની કાનપુર મુલાકાત દરમિયાન રોકાયેલ ટ્રાફિક જામમાં વંદના મિશ્રાની એમ્બ્યુલન્સ અટવાઈ જવાના કારણે સમયસર હોસ્પિટલ પહોંચી શકી ના હતી. અને તેણીનું મોત થયું હતું.
વંદના મિશ્રાના મોત અંગેની માહિતી મળતાં પોલીસ કમિશનર અસીમ અરુણ, ડીસીપી દક્ષિણ રવિના ત્યાગી શનિવારે સવારે કિદવાઈ નગર સ્થિત મકાન પર પહોંચ્યા હતા અને પોલીસ કમિશનરે ટ્રાફિક જામ વિશે માહિતી લીધા બાદ પરિવારને સાંત્વના આપી હતી અને ત્યારબાદ માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું પોલીસ અધિકારી અને સાથે વ્યક્તિગત રૂપે માફી માંગુ છું. ભવિષ્ય માટે એક મહાન પાઠ છે.
શું છે આ સમગ્ર મામલો:
કિદવાઈ નગર બ્લોકમાં રહેતી શરદ મિશ્રાની પત્ની વંદના મિશ્રા, દોઢ મહિના પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેણીની સારવાર બાદ સાજી થઈ ગઈ હતી, પરંતુ શુક્રવારે મોડી સાંજે તેની તબિયત ફરી વકરી હતી, જ્યારે તેના પરિવારના સભ્યો તેને સર્વોદય નગરની રિજન્સી હોસ્પિટલમાં લઈ જતાં હતા, પરંતુ તેઓ ગોવિંદપુરી પુલ વચ્ચે ફઝલગંજ તરફ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા. લગભગ એક કલાક પછી, તેઓ ટ્રાફિક જામમાંથી પસાર થઈ હોસ્પિટલ પહોચ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોચતા જ ડોકટરે વંદના મિશ્રા ને મૃત જાહેર કર્યા હતા.
महामहिम राष्ट्रपति जी बहन वन्दना मिश्रा जी के असामयिक व निधन से व्यथित हुए। उन्होंने पुलिस आयुक्त और जिलाधिकारी को बुलाकर जानकारी ली व शोक संतप्त परिवार तक उनका संदेश पहुंचाने को कहा। दोनों अधिकारियों ने अंत्येष्टि में शामिल होकर शोकाकुल परिवार तक महामहिम का संदेश पहुंचाया। pic.twitter.com/nIYKQZNj4e
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) June 26, 2021
आईआईए की अध्यक्षा बहन वन्दना मिश्रा जी के निधन के लिए कानपुर नगर पुलिस और व्यक्तिगत रूप से मैं क्षमा प्रार्थी हूं। भविष्य के लिए यह बड़ा सबक है। हम प्रण करते हैं कि हमारी रूट व्यवस्था ऐसी होगी कि न्यूनतम समय के लिए नागरिकों को रोका जाए ताकि ऐसी घटनाओं की पुनरावृति न हो।
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) June 26, 2021
ટ્વિટર પર માફી માંગી:
આ મામલે માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનર અસીમ અરુણ અને ડીસીપી સાઉથ તેમના ઘરે પહોંચ્યા અને શોક વ્યક્ત કર્યો. પોલીસ કમિશનરે મૃતકના પતિને પૂછ્યું કે જામ ક્યાં અને કેટલા સમયથી થયો હતો. તે પછી, પોલીસ કમિશનર અસીમ અરુણે કાનપુર કમિશનરેટના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું કે હું કાનપુર સિટી પોલીસ અને વ્યક્તિગત રૂપે માફી માંગુ છું અને આઈઆઈએ પ્રમુખ વંદના મિશ્રાજીની મૃત્યુ માટે વ્યક્તિગત રૂપે પણ હું પરિવારની માફી માંગુ છું. આ ભવિષ્ય માટે એક મહાન પાઠ છે. અમે વચન આપીએ છીએ કે અમારી રૂટની વ્યવસ્થા એવી હશે કે નાગરિકોને ઓછામાં ઓછા સમય માટે અટકાવવામાં આવશે જેથી આવી ઘટનાઓ ફરીથી ન થાય.
રાષ્ટ્રપતિએ પણ વ્યથા વ્યક્ત કરી:
રાષ્ટ્રપતિએ પણ વંદના મિશ્રાના અકાળ અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કરીને માહિતી વિશે પૂછપરછ કરી અને તેમનો સંદેશ શોકગ્રસ્ત પરિવાર સુધી પહોંચાડવા જણાવ્યું. બંને અધિકારીઓએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને શોક પામેલા પરિવારને રાષ્ટ્રપતિનો સંદેશ આપ્યો હતો.
