@ચિરાગ પંચાલ, અમદાવાદ
એક જમાનાના સંગીતના જાદૂગર અને હિન્દી ફિલ્મ જગતના સીતારા રાહુલ દેવ બર્મન એટલે કે પંચમદાનો આજે જન્મ દિવસ છે. આર.ડી. એ વાસ્તવમાં આર.ડી. એક્સ. હતા. એમનો જન્મ ૨૭મી જુન, ૧૯૩૯ના રોજ કલકત્તામાં થયો. પિતાનું નામ સચિન દેવ અને માતાનું નામ મીરા દેવ. ઘરમાં તો માત્ર સંગીતના જ સંસ્કારો હતા.

રાહુલ દેવ બર્મન એટલે કે ‘આરડી’ એટલે કે ‘પંચમ’. ભારતીય ફિલ્મસંગીતના એક એવા સંગીતકાર કે જેમના સર્જને પારંપરિક ફિલ્મસંગીતના સંસારમાં વિદ્રોહ જન્માવ્યો, બળવો પોકાર્યો. એક એવા સંગીતકાર જેમણે નવાનવા કીર્તિમાન સ્થાપિત કર્યા. એક સમય હતો કે આર. ડી. બર્મન દરેક નિર્માતાની પ્રથમ પસંદ હતા.
આજે આર. ડી. બર્મનનો જન્મદિવસ છે. પંચમ દાનો જન્મ 27 જૂન, 1939ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ એવા પ્રયોગવાદી સંગીતકાર હતા. જેમના જાદૂઇ અંદાજે આજના સંગીતકારોને પણ પ્રભાવિત કર્યા છે. 9 વર્ષની ઉંમરમાં પહેલું સોંગ કમ્પોઝ કર્યું હતું. આરડી બર્મને તેમના જીવનનું પહેલું ગીત નવ વર્ષની ઉંમરે ફિલ્મ ‘ફંટૂશ’ માટે કમ્પોઝ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1956માં આવી હતી. સિર જો તેરા ચકરાએ, મેરે સપનોં કી રાની, કોરા કાગઝ થા યે મન મેરા વગેરે એવા ગીત છે, જેની ક્રેડિટ એસડી બર્મનને અપાય છે. પણ વાસ્તવમાં તે આરડી બર્મને જ કમ્પોઝ કર્યા હતા. તે લાંબા સમય સુધી તેમના પિતાના આસિસ્ટેન્ટ રહ્યાં હતા.

આરડી એટલે રાહુલ દેવ બર્મન હંમેશા લીંકથી અલગ ધૂનો વગાડતાં હતાં. તેને લીધે જ તેમની ધૂનો બહુ પસંદ કરવામાં આવતી હતી. તેમણે કરેલા નવા પ્રયોગોને આજે પણ સંગીતકાર ફોલો કરે છે. તેમણે ભારતીય સિનેમામાં તીવ્ર એમ્પ્લિફિકેશનનો ટ્રેન્ડ શરૂ કર્યો. આ પહેલા લાઉડ ગીતો રેકોર્ડ કરવામાં નહોતા આવતાં. તેમણે ગીતોમાં ડબલ પેસ રિધમની શરૂઆત કરી. તેમણે બે-બે ઇન્સ્ટૂમેન્ટ દ્વારા રિધમ આપવાનું શરૂ કર્યું. આથી લોકોને તેમના ગીતો વધારે પસંદ પડ્યાં અને વધારે મોર્ડન લાગ્યા. મુખ્ય રિધમ સાથે એક કાઉન્ટર રિધમ બજાવવાનો પ્રયોગ પણ તેમણે જ તેમના ગીતોમાં શરૂ કર્યો.

બોલિવૂડમાં પંચમ દાએ મોર્ડન અને વેસ્ટર્ન ઇન્સ્ટૂમેન્ટ્સનો ઉપયોગ શરૂ કર્યો. ફિલ્મ ‘તીસરી મંજીલ’ પહેલા તે લગભગ એક મહિના લંડનમાં રહ્યાં હતાં. અને અહીં ઓક્ટોપેડ, ઇલેક્ટ્રોનિક ગિટાર, કોન્ગો વગેરે ઇન્સ્ટૂમેન્ટનો ઉપયોગ શીખી તેનો ફિલ્મમાં ઉપયોગ કર્યો. ‘મેહબૂબા મેહબૂબા’ ગીતની ઓપનિંગ બીટ્સ તેમણે બોટલમાં ફૂંક મારીને તૈયાર કરી હતી.

તો ‘ચૂરા લિયા હૈ’ ગીત માટે તેમણે કપ-પ્યાલીનો ઉપયોગ કર્યો હતો. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ હતો કે, જયારે માત્ર ગીતોના આધારે ફિલ્મ હીટ થઇ જતી હતી. તો ૬૦થી ૯૦ના દાયકામાં પંચમદા એવા સંગીતકાર હતા, જેમના ગીતો લોકોમાં ખુબ લોકપ્રિય થયા હતા. પંચમદાના નામથી ઓળખાતા સંગીતના આ જાદૂગરના ગીતો લોકો આજે પણ ગણગણે છે.
