Not Set/ કારચાલક આરોપી પર્વ શાહ N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં થયો હાજર

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસેના બેફામ કાર ચલાવી ફૂટપાથ પર સુતી એક મહિલાને મોતને ઘાટ ઉતારી અને અન્ય ચારને ઘાયલ કરનાર નબીરો પર્વ શાહે આત્મસમર્પણ કર્યું છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસેના બેફામ કાર ચલાવી ફૂટપાથ પર સુતી એક મહિલાને મોતને ઘાટ ઉતારી અને અન્ય ચારને ઘાયલ કરનાર નબીરો પર્વ શાહે આત્મસમર્પણ કર્યું છે. અને અમદાવાદ N ડીવીઝન પોલીસ મથકે હાજર થયો છે. આત્મસમર્પણ કરનાર પર્વ શાહ નામના બનીરાને પોલીસે પોતાની કસ્ટડીમાં લઇ લીધો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ચાલકે ફુટપાથ પર સુતેલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયુ હતું, જયારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલની હાલમાં હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતના મળેલા CCTV ફૂટેજ અનુસાર બેફામ ઝડપે દોડતી આઇ-ટવેન્ટી કાર અકસ્માત સર્જે છે અને મહિલાને કચડી નાખે છે. અને બાદમાં કારમાં સવાર બે વ્યક્તિઓ ભાગી જાય છે. પોલીસ તપાસમાં કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું હતું.

પ્રત્યક્ષદર્શીના મતે બે કાર વચ્ચે રેસ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તો CCTV ફૂટેજ માં પણ બે કાર વચ્ચે રેસ લાગી હોય તેવું જણાઇ રહ્યું છે. અકસ્માત સર્જનાર આઇ-ટવેન્ટી કાર મીઠાખળીના શૈલેષ શાહ નામની વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું. સાથે શૈલેષ શાહ પર 9 ઇ-મેમો ભરવાના બાકી હોવાનું પણ જાણવા મળી છે.