Not Set/ ગમે તેવો શાતિર આરોપી કેમ ના હોય, જાણો પોલીસ તેને કેવી રીતે પકડી શકે છે ?

રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ , અમદાવાદ. ચોરી, લૂંટ, હત્યા સહિતના ગંભીર પ્રકારના ગુના જયારે બને છે, ત્યારે તે બનાવ બન્યા બાદ તેની તપાસ કરવા માટે તપાસ કરનાર અમલદાર ક્યાં ક્યાં સ્ટેજનો ઉપયોગ કરીને આરોપીની સુધી પહોંચે છે તે અંગે ઘણા લોકોને તેનો અંદાજો પણ હોતો નથી.ટીવી સિરિયલ કે પછી ફિલ્મોમાં દેખાડવામાં આવતા દ્રશ્યોમાં પોલીસ […]

Mantavya Exclusive

રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ , અમદાવાદ.

ચોરી, લૂંટ, હત્યા સહિતના ગંભીર પ્રકારના ગુના જયારે બને છે, ત્યારે તે બનાવ બન્યા બાદ તેની તપાસ કરવા માટે તપાસ કરનાર અમલદાર ક્યાં ક્યાં સ્ટેજનો ઉપયોગ કરીને આરોપીની સુધી પહોંચે છે તે અંગે ઘણા લોકોને તેનો અંદાજો પણ હોતો નથી.ટીવી સિરિયલ કે પછી ફિલ્મોમાં દેખાડવામાં આવતા દ્રશ્યોમાં પોલીસ જેવી રીતે તપાસ કરે છે અને આરોપીને શોધી કાઢે છે શું ખરેખર હકીકતમાં પોલીસ આવી તપાસ કરતી હોય છે કે કેમ ? આ સવાલ ઘણા લોકોના મગજમાં આવતો હોય છે. તો આજે આ જ મુદા ઉપર વિસ્તૃતવાર માહિતી આપવામાં આવી છે. વાંચો સમગ્ર અહેવાલ..

સૌથી પહેલા ચર્ચા કરીશું કે, જયારે કોઈ વ્યક્તિની લાશ મળતી હોય છે ત્યારે તે લાશને પોલીસ પોસ્ટમોટર્મ માટે મોકલી દેવામાં આવે છે. ફોરેન્સિક સાયનસ લેબોરેટરી ( F.S.L. ) માં લાશની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે કે મરનારની હત્યા થઇ હશે ? કે પછી આત્મહત્યા કરી હશે ? કે પછી કુદરતી રીતે મોત થયું છે ? તે સવાલોના જવાબ મેળવવા માટે નિષ્ણાત મેડિકલ ઓફિસર દ્વારા લાશના વિવિધ અંગોની તપાસ કરતા હોય છે. દા.ત. વ્યક્તિને ઝેર આપવામાં આવ્યો હતો કે કેમ ? તે તપાસવા માટે લાશના જઠર અંગનું જીણવટભર્યું પૃથ્થકરણ કરવામાં આવે છે. તેવી જ રીતે વ્યક્તિએ આત્મહત્યા કરી હશે કે તેની હત્યા કરાઈ હશે તે તપાસવા માટે લાશના અંગો ઉપર કોઈ ઇજાના નિશાનો છે કે નહિ ? તેમજ લાશના હાડકા તૂટી ગયેલી હાલતમાં છે કે નહિ ? તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે.

આ તો વાત થઇ હત્યાના વખતે એફ.એસ.એલ રિપોર્ટ માટે કેવી રીતની તપાસ થતી હોય છે. હવે આપણે વાત કરીશું ઘટનાસ્થળની. ચોરી , લૂંટ , હત્યા સહિતના ગુનામાં તપાસ અમલદારએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હોય છે.

સૌ પ્રથમ બનાવ બની ગયાના થોડાક જ સમય બાદ તપાસ કરનાર અમલદાર ઘટના સ્થળ ઉપર પહોંચી જતા હોય છે. અને તેઓ ફિંગર પ્રિન્ટ અને ફૂટ પ્રિન્ટ મેળવવાની કામગીરી શરુ કરી દેતા હોય છે.

ગુન્હાવાળી / બનાવ વાળી જગ્યાએ ફિંગર પ્રિન્ટ્સ તથા ફૂટ પ્રિન્ટ્સની જાળવણી કેવી રીતે કરતા હોય છે ?

બનાવ સ્થળ ઉપરના પુરાવા નાશ ન પામે તેવી રીતે ઝડપથી અને ખુબજ તકેદારી પૂર્વક રીતે તે પુરાવાને એકત્ર કરવાની કોશિશ કરતા હોય છે. ઘણી વાર આપણે જોતા હોઈએ છે કે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થાય છે જેના કારણે પુરાવાનું નાશ પણ થતું હોય છે અને આવું બનતા અટકાવવા માટે પોલીસ લોકોને ઘટનાસ્થળથી દૂર ખસેડતી હોય છે અને બનાવના સ્થળને કોર્ડન કરતી હોય છે અને બનાવના સ્થળની ખુબજ બારીકાઇથી તપાસ કરતી હોય છે.

આરોપીની ફૂટ પ્રિન્ટ અથવા ફિંગર પ્રિન્ટ મેળવવા માટે “મેગનીફ્લાઈંગ ગ્લાસ”નો ઉપયોગ કરાતો હોય છે.એટલું જ નહિ , મોટાભાગના કેસમાં ઘટનાસ્થળ થી આરોપીના ફૂટ પ્રિન્ટ અને ફિંગર પ્રિન્ટ મળી જ જતા હોય છે. જે મેળવવા માટે તપાસ કરનાર અમલદાર ખાસ તકેદારી રાખતા હોય છે.

મહત્વની વાત એ પણ છે કે જયારે આરોપીઓ રીઢા હોય છે ત્યારે તેમના ફિંગરપ્રિન્ટ પોલીસ સ્ટેશનમાં અગાઉથી લઈને રાખેલા હોય છે. જેથી રીઢા આરોપીઓને પકડવાનું થોડાક હદ સુધી સરળ બની જતું હોય છે.

શું તમને ખબર છે કે ફિંગર પ્રિન્ટનું વર્ગીકરણ ચાર ભાગમાં કરવામાં આવ્યું છે.?

– લુપ ( LOOPS )
– આર્ચીઝ ( ARCHES )
– વહોલ્સ ( WHORLS )
– કંપોઝીટ ( COMPOSITE )

શું તમને ખબર છે કે ફિંગરપ્રિન્ટ મેળવવા માટે શેની તપાસ થતી હોય છે ?

– બારીઓના કાંચ
– દરવાજો
– વાસણો
– કાગળ
– ટેબલ
– કબાટ વગેરે ઉપર આરોપીના ફિંગરપ્રિન્ટ મળવાની શક્યતા વધારે જોવા મળતી હોય છે. જેથી તપાસ અમલદાર દ્વારા સૌથી વધારે તપાસ આ પ્રાથમિક વસ્તુઓ ઉપર કરાતી હોય છે.

ખાસ નોંધ : નરી આંખથી જોઈ શકાય તેવી પ્રિન્ટને વિઝિબલ પ્રિન્ટ કહેવામાં આવે છે. પરંતુ, જે નરી આંખથી નથી જોઈ શકાતી તેવી પ્રિન્ટને પાવડરની મદદથી ઉપસાવી શકાય છે. તેને લેટેન્ટ કહેવામાં આવે છે.

તપાસ કરનાર અમલદાર જયારે કોઈ મકાનની કે દુકાનની તપાસ કરતા હોય છે ત્યારે મકાનમાં પ્રવેશવાની જગ્યા અને ત્યાંથી બહાર નીકળવાની જગ્યાની ખાસ ચકાસણી કરતા હોય છે અને જયારે ફિંગર પ્રિન્ટ મળી આવે છે ત્યારે તેના ફોટોગ્રાફ લઈને તેને પુરાવાના ભાગરૂપે તેની જાળવણી કરતા હોય છે.

શું તમને ખબર છે કે ફૂટ પ્રિન્ટ કઈ રીતે મેળવામાં આવે છે ?

– ઉપરના સવાલના જવાબમાં મુખ્યત્વે બે પદ્દ્ધતિ અમલમાં લેવામાં આવતી હોય છે. ( 1 ) જયારે ફૂટ પ્રિન્ટ જમીન ઉપર હોય કે કોઈ સપાટી વાળી જગ્યાએ હોય ત્યારે અને ( 2 ) પાણી વાળી ભીની જગ્યાએ , પોચી જગ્યાએ , કાદવ કીચડ વાળી જગ્યાએ જયારે ફૂટ પ્રિન્ટ મળી આવે ત્યારે.

શું તમને ખબર છે કે ફૂટ પ્રિન્ટની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે ?

1) ફોટોગ્રાફી દ્વારા
2) ટ્રેસીંગ દ્વારા
3) કાસ્ટિંગ દ્વારા

ફૂટ પ્રિન્ટની જાળવણી કેવી રીતે થાય છે ?

ગુન્હાવાળી જગ્યાએ વરસાદ , સખત પવન અને ધૂળના કારણે ” ફુટ પ્રિન્ટ ” ને નુકશાન થતું અટકાવવા અથવા સ્થાનિક લોકોની અવરજવર, ઢોર ઢાખરના કારણે આવી પ્રિન્ટને નુકશાન થતું અટકવવા તેની સૌ પ્રથમ તે ફૂટ પ્રિન્ટને ખસેડી શકાય તેવા પ્રદાર્થ કે વસ્તુ ઉપર આવી પ્રિન્ટ મળે તો તે પ્રદાર્થ કબ્જે કરી પંચનામાની કાર્યવાહી કરવાની હોય છે.

એટલુંજ નહિ , બીજી પદ્ધતિ એ છે કે જે ફૂટ પ્રિન્ટ પ્રદાર્થ ખસેડી શકાય તેમ ન હોય અથવા રૂમની અંદર હોય ત્યારે તે રૂમને લોક કરી સીલ મારી દેવામાં આવતું હોય છે. માલિકની સંમતિ લઈને ફિંગર પ્રિન્ટ અને ફૂટ પ્રિન્ટ મેળવાની કાર્યવાહી કરતા હોય છે.અને જે જગ્યાએથી પ્રિન્ટ મળતી હોય છે ત્યાં તપાસ કરનાર અમલદાર ગોળ નિશાન મારીને તેને કોઈ વસ્તુથી ઢાંકી દેતા હોય છે જેથી તેનું નાશ ન થાય.

ચોરી , લૂંટ અને હત્યા જેવા ગંભીર કેસમાં આરોપીઓ સુધી પહોંચવા માટેનું સૌથી મહત્વનો જો કોઈ વિકલ્પ હોય છે તે ફૂટ પ્રિન્ટ અને ફિંગર પ્રિન્ટ હોય છે. આ બે પદ્ધતિનો ઉપયોગ કરીને પોલીસ મોટા ભાગે આરોપીની કડી મેળવાની તજવીજ હાથ ધરતી હોય છે. જાણીતી કહેવત છે કે આરોપી જયારે કોઈ ગુનાને અંજામ આપે છે ત્યારે તે ભલે કેટલો પણ શાતીર કેમ ન હોય પરંતુ, તે ગમે તે પુરાવો કે કડી હંમેશા છોડી જ દેતો હોય છે. એટલે આરોપીના તરફથી કોઈ એક ભૂલતો થતી જ હોય છે. તે ભૂલોને પકડવા માટે એફ.એસ.એલ રિપોર્ટ અને અને ત્યાર પછીની તપાસ ખુબજ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. આજે આ આર્ટિકલ દ્વારા તમને માહીતીં પ્રાપ્ત થઇ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું હોય છે તેમજ કોઈ ગુનાહિત બનાવ બન્યા બાદ તેની તપાસ કેવી રીતની થતી હોય છે.