Not Set/ દુનિયાને કોરોના મહામારીમાં ધકેલી દેનારા ચીને ‘Sky Train’ કરી તૈયાર, જુઓ Photos

આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે, ત્યારે બીજી તરફ ચીન નવીનતમ ટેકનોલોજી મારફતે દુનિયાની આંખો ચાર કરી રહ્યુ છે.

Top Stories World

આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે, ત્યારે બીજી તરફ ચીન નવીનતમ ટેકનોલોજી મારફતે દુનિયાની આંખો ચાર કરી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે,  200 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી હાઇ સ્પીડ બુલેટ ટ્રેન બનાવ્યા પછી ચીને એક ઓટોનોમસ ‘Sky Train‘ તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે ચીનનાં ટ્રાન્સપેરન્ટ બ્રિજની જેમ આ ટ્રેનનાં કોચ પણ પારદર્શક છે. એટલે કે, આ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, મુસાફરો સમગ્ર શહેરનાં આકર્ષક દ્રશ્યોને જોઇ શકે છે. આ ટ્રેનનો વીડિયો તાજેતરમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

રાજકારણ / વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

આપને જણાવી દઇએ કે, આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડીા રહ્યુ છે. ત્યારે બીજી તરફ ચીન ટેકનોલોજી ક્ષેત્રે પોતાનુ નામ અગ્રેસર કરી રહ્યુ છે. ચીનમાં વિશ્વની સૌથી વધુ વસ્તી ભલે રહેતી હોય, પરંતુ તેણે ક્યારે પણ આને નબળાઇ બનાવા દીધુ નથી. જેના કારણે આજે તે ટેક્નોલોજીની બાબતમાં બધા દેશોને પાછળ છોડી રહ્યું છે. 2016 માં, તેણે વુલિંગ્યુઆન જિલ્લામાં એક ગ્લાસ બ્રિજ બનાવ્યો હતો, જેની સપાટી સંપૂર્ણપણે કાચથી બનેલી છે. જેના પર વ્યક્તિ સરળતાથી ચાલી શકે છે. આ પછી, હવે તેણે ટ્રેનમાં પણ આવો જ પ્રયોગ કર્યો છે.

કોરોનાની અસર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 46 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે સરકાર એલર્ટ

ચાઇનીઝ મીડિયા અનુસાર, તેના એન્જિનિયરોએ હવે એક ઓટોનોમસ ‘Sky Train‘ તૈયાર કરી છે. સામાન્ય રીતે ટ્રેનો જમીન અથવા પુલ પર નાખેલા પાટા ઉપર દોડે છે, પરંતુ Sky Train માં આ પૂરી વાત વિરુદ્ધ છે. જેમા, ટ્રેન હવામાં નાખેલા પાટા પરથી લટકતી આગળ વધે છે. તેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે, દક્ષિણ પશ્ચિમનાં ચીનનાં ચેંગદૂમાં 26 જૂને પહેલીવાર ટ્રેનનું ટ્રાયલ પણ કર્યુ હતુ.

રાજકારણ / જુલાઈ આવી ગઈ, વેક્સિન આવી નથી : રાહુલ ગાંધી

મળી રહેલી માહિતી અનુસાર, આ Sky Train સામાન્ય લોકો માટે બનાવવામાં આવી છે, પરંતુ ચીનનો ફોકસ પર્યટન પર વધારે છે. જેના કારણે તેના પાટા ઘણા મોટા પર્યટક સ્થળોમાંથી પસાર થાય છે. આ સિવાય તેની વિંડોઝની સાથે ફ્લોર પણ ગ્લાસથી બનેલો છે. આવી સ્થિતિમાં, જ્યારે આ ટ્રેન દોડી રહી છે, ત્યારે તમે નીચેના ફ્લોર પરથી દૃશ્ય જોઈ શકો છો. આ સમગ્ર પ્રોજેક્ટ સસ્પેન્શન ટેકનોલોજી પર આધારિત છે.

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ગ્લાસ બ્રિજમાં કાચનો ઉપયોગ કરીને જે રીતે પૂલ તૈયાર કરવામાં આવ્યો હતો. તે જ રીતે તેનું ફ્લોર બનાવવામાં આવ્યું છે. આ એક ખૂબ જ મજબૂત ગ્લાસ છે, જે ઘણું વજન સહન કરી શકે છે. ઉપરાંત, તે સંપૂર્ણપણે પારદર્શક છે, તેથી લોકો અંદર બેસીને 270 ડિગ્રી સુધીનું દૃશ્ય જોઈ શકે છે. હાલમાં આ Sky Train બેટરી પર આધારિત સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

જુઓ વીડિયો