- આ વર્ષે જૂન-2021માં સરેરાશ વરસાદ 120.38 મી.મી.
- ગત વર્ષની જૂન-2020માં સરેરાશ વરસાદ 122.24 મી.મી.
- ગત વર્ષની તુલનામાં જૂન-2021માં થયો ઓછો વરસાદ
- હજી સપ્તાહ માટે વરસાદ ખેંચાવાની છે આગાહી
- ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ છતાં વરસાદ ખેંચાયો
- વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતાતુર
- વરસાદ ખેંચાય તો ખરીફ પાકને થઇ શકે મોટું નુક્સાન
- ખેડૂતો ચાતક નજરે વરસાદ આવવાની જોઇ રહ્યાં છે રાહ
ગુજરાતમાં ચોમાસાની મોસમનો વરસાદ હાલ સપ્તાહ માટે ખેંચાઇ શકે છે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. દરમ્યાન જો સપ્તાહ સુધી વરસાદ નહીં થાય તો ખરીફ પાકને મોટું નુકસાન થઇ શકે છે. હાલ તો વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 46 હજારથી વધુ કેસ, ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે સરકાર એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ તારીખ-30 જૂન-2021ની સ્થિતિએ 12.24 મીલીમીટર થયો છે. જે ગત વર્ષ જૂન-2020માં 12.38 મીલીમીટર હતો. એટલે કે ગત વર્ષની તુલનામાં સરેરાશ વરસાદ જૂન અંતિમની સ્થિતિએ ઓછો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં સપ્તાહ માટે વરસાદ ખેંચાઇ શકે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછો વરસાદ થતા હાલની સ્થિતિએ કપાસ અને મગફળીનાં પાકને નુકસાન થયું છે. જ્યારે હવે જો હવામાન વિભાગની આગાહી મુજબ સપ્તાહ સુધી વરસાદ ખેંચાય તો હજી ખરીફ પાક મહદઅંશે ડાંગર અને તેલીબિયાને મોટું નુકસાન થઇ શકે છે. પરિણામે ખેડૂતોને કોરોનાકાળ – તૌકતે વાવાઝોડુ અને હવે વરસાદમાં વિલંબનાં કારણે માથે હાથ દઇને બેસવાનો વારો આવે તેવી સ્થિતિ છે.

આ પણ વાંચો – રાજકારણ / વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર
હવે આગામી સમયમાં ખેતરમાં ખરીફ પાક મહદઅંશે ડાંગર અને તેલિબીયા પાકનું વાવેતર શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે ખેડૂતો હાલ તો ચાતક નજરે વરસાદ થવાની રાહ જોઇને બેઠા છે. ખેડૂતોની આશા પૂર્ણ થાય તો તેનો લાભ અંતે ગુજરાતની જનતાને જ થશે.
