Not Set/ કુદરતના સૌથી રૌદ્ર સ્વરૂપની આ ઝલક જોઈને કંપારી છૂટશે!

જાપાનના અતામી શહેરમાં અચાનક મડ સ્લાઈડ થતાં ગણતરીની પળોમાં જ રસ્તામાં આવ્યું તે બધું જ તહસ નહસ!

Top Stories

જાપાનના ટોકિયો નજીક આવેલાં અતામી શહેરમાં વરસાદ બાદ અચાનક મડ સ્લાઈડ કે ભૂસ્ખલન થતાં ગણતરીની પળોમાં બધુ ખેદાન મેદાન થઈ ગયું હતું. જાપાન આ પ્રકારની આપદા અગાઉ પણ જોઈ ચૂક્યું છે. અતામીમાં થયેલા આ મડ સ્લાઈડમાં 20 લોકો લાપતા થયાં છે. જ્યારે કે કુલ 130 સંપત્તિને નુકસાન થયું છે. રેસ્ક્યૂ ટીમ હજુપણ લાપતા લોકોની તલાશ કરી રહી છે. અત્યાર સુધીમાં 2 લોકોના મોત કન્ફર્મ થયા છે.

જાપાનની રાજધાની ટોક્યોના પશ્ચિમ અતામી શહેરમાં  ભારે વરસાદ બાદ ભારે વિનાશ થયો હતો.ભૂસ્ખલન થતાં  મકાનો તૂટી જવાને કારણે ઓછામાં ઓછા 20 લોકો લાપતા  થયા હતા. શિઝુઓકા પ્રીફેકચરના પ્રવક્તા તકમીચિ સુગીઆમાએ જણાવ્યું હતું કે અતામીના 12થી વધુ મકાનો તૂટી પડવાની ભીતિ છે.

રાજ્યના બ્રોડકાસ્ટર  એનએચકેએ 20 લોકો લાપતા થયા છે , પરંતુ સુગીઆમાએ પુષ્ટિ કરી છે કે ઓછામાં ઓછા 19 લોકો ગુમ થયા છે. તેમણે કહ્યું કે આ સંખ્યા વધી શકે છે. આ સપ્તાહની શરૂઆતથી જાપાનના ભાગોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સુગીયામાએ જણાવ્યું કે સવારથી જ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અગ્નિશામકો અને પોલીસકર્મીઓ તેમજ આત્મરક્ષણ દળો બચાવ કામગીરીમાં લાગ્યા છે.

મોટા વિસ્તારને ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રશાસન યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે જે અતામા રાજધાની ટોક્યોથી લગભગ 100 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે.