Not Set/ દેશમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 39 હજાર કેસો

છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ રિકવરીના કેસો નોંધાયા છે. અને દેશમાં છેલ્લા 24 કલાકમાં 19.82 લાખનો ટેસ્ટ થયા છે

Top Stories

ભારતમાં કોરોનાની બીજી લહેર ની રફતાર હવે મંદ પડી ગઇ છે ,કોરોનાના નવા સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે .જે સારા સમાચાર છે દેશમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે, જેના લીધે કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવી દીધું છે. તમામ રાજ્યોમાં વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે ,લોકોમાં જાગૃત થયા હોવાથી હવે લોકો વેક્સિન લેવા તૈયાર થઇ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના નવા કેસો  39 હજાર નોંધાયા છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાની ગતિ મંદ પડી છે.

કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાથી તમામ રાજ્યોએ લોકડાઉનને શરત સાથે અનલોક કરવાની શરૂઆત કરી દીધી છે.દેશના તમામ રાજ્યોએ ગાઇડલાઇન સાથે છૂટછાટ આપી છે જેના લીધે હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે .પરતું સરકારની ગાઇડલાઇનનું અમલીકરણ જરૂરી છે. ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે એટલે તકેદારીના પગલાં લેવા હિતાવહ છે. કેરળમાં હજીપણ કોરોનાના કેસો પ્રભાવિત કરી રહ્યા છે. કેરળમાં ફરી 12 હજાર કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. જે દેશના કુલ કેસના 30 ટકા કેસો માત્ર કેરળના છે.

24 કલાકમાં 39 હજાર નવા કેસ
કેરળમાં ફરી 12 હજારથી વધુ કેસ
એકલા કેરળમાં 30 ટકાથી વધુ કેસ
24 કલાકમાં રિકવરી 40 હજારથી વધુ
24 કલાકમાં 18.42 લાખ થયા ટેસ્ટ

કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ રિકવરીના કેસો નોંધાયા છે. અને દેશમાં છેલ્લા 24 કલાકમાં 19.82 લાખનો ટેસ્ટ થયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ક્રમશ કોરોનાના કેસો ઘટી રહ્યા છે.