Not Set/ કેબિનેટ વિસ્તરણ પહેલા દેશમાં 8 રાજ્યોનાં બદલાયા રાજ્યપાલ

મોદી કેબિનેટમાં વિસ્તરણનાં અહેવાલો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. ઘણા કેન્દ્રીય મંત્રીઓનાં નામ પણ તેમા સામેલ છે.

Top Stories Trending

મોદી કેબિનેટમાં વિસ્તરણનાં અહેવાલો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. ઘણા કેન્દ્રીય મંત્રીઓનાં નામ પણ તેમા સામેલ છે. સરકારનાં આ નિર્ણય બાદ એવું માનવામાં આવે છે કે, આગામી 1-2 દિવસમાં મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.

રાજકારણ / આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશનાં કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં નવા રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં તે મોદી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય સંભાળી રહ્યા હતા. થાવરચંદ ગેહલોત કર્ણાટકનાં વજુભાઇ વાલાની જગ્યાએ પદ સંભાળશે. મોદી સરકાર 2.0 નાં પહેલા કેબિનેટ વિસ્તરણ પહેલા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કેબિનેટમાંથી છૂટા કરવામાં આવ્યા છે, હવે તેમને કર્ણાટકનાં રાજ્યપાલ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે, ઉપરાંત 7 વધુ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક થાવરચંદ ગેહલોત, જે ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ હતા, કર્ણાટકનાં રાજ્યપાલ તરીકે પદ સંભાળશે.

રાજ્યપાલની નિયુક્તિ                –           કયા રાજ્યના રાજ્યપાલ

બંદારુ દત્તાત્રેય                                                      હરિયાણા

રમેશ બૈસ                                                             ઝારખંડ

પી.એસ.શ્રીધરનપિલ્લઇ                                        ગોવા

રાજેન્દ્ર અર્લેંકર                                                     હિમાચલ

સત્યદેવ નારાયણ                                                  ત્રિપુરા

હરિબાબુ કંભસપતિ                                           મિઝોરમ

થાવરચંદ ગેહલોત                                               કર્ણાટક

મંગુભાઇ પટેલ                                                   મઘ્યપ્રદેશ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્ણાટકનાં રાજ્યપાલ તરીકે થાવરચંદ ગેહલોત, હરિ બાબુ કમભમપતિને મિઝોરમનાં રાજ્યપાલ તરીકે, મંગુભાઇ છગનભાઇ પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે અને રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. મિઝોરમનાં રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઇને ગોવાનાં રાજ્યપાલ, હરિયાણાનાં રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરાનાં રાજ્યપાલ, ત્રિપુરાનાં રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડનાં રાજ્યપાલ અને હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને હરિયાણાનાં રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે.

કંટ્રોલરૂમનો સંપર્ક તૂટ્યો / રશિયામાં મુસાફરી વિમાન સંપર્ક વિહોણુ, દુર્ઘટનાગ્રસ્ત થયુ હોવાની આશંકા

જણાવી દઇએ કે, આ મહિને કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે, સૂત્રોનાં જણાવ્યા અનુસાર મોદી કેબિનેટમાં 17 થી 22 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે, NDA નાં સહયોગી JDU, LJP અને અપના દળને મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, મોદી કેબિનેટમાં હજુ 28 મંત્રીઓની જગ્યા ખાલી છે, હાલમાં મોદી મંત્રીમંડળમાં 53 મંત્રી છે, કયા રાજ્યમાંથી કેટલા નવા મંત્રીઓની રચના કરવામાં આવશે, તે અંગેનો ફોર્મ્યુલા પણ લગભગ નક્કી કરાયો છે.