UP/ 8 મહિના બાદ PM મોદી આજે જશે વારાણસી, કાશીને આપશે આ ભેટ

આજે કાશીને સૌથી મોટું સંમેલન કેન્દ્ર રૂદ્રાક્ષ મળવા જઇ રહ્યું છે, બે ક્રુઝ શિપ પણ ગિફ્ટ કરવા જઈ રહ્યા છે….

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વારાણસીની મુલાકાતે છે. તેઓ લગભગ આઠ મહિના પછી પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ અહીં લગભગ પાંચ કલાક વિતાવશે અને આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર રૂદ્રાક્ષ સહિત 1474 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદીના અન્ય કયા કાર્યક્રમો છે,

આજે કાશીને સૌથી મોટું સંમેલન કેન્દ્ર રૂદ્રાક્ષ મળવા જઇ રહ્યું છે, બે ક્રુઝ શિપ પણ ગિફ્ટ કરવા જઈ રહ્યા છે. આ સિવાય વડા પ્રધાન મોદી 14 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. બીએચયુમાં મધર ચાઇલ્ડ હેલ્થ બ્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવશે પરંતુ પહેલા તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંબોધન કરશે. વડા પ્રધાન આઈઆઈટી સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં લગભગ 6 હજાર લોકોને સંબોધન કરશે. યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીની આ મુલાકાતને રાજકીય મિશન તરીકે પણ માનવામાં આવી રહી છે.

વડા પ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચશે. સવારે 11 વાગ્યે બીએચયુ આઈઆઈટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સ્થળે પહોંચશે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર 6 હજાર લોકોમાં કાશીના વિકાસનું વિઝન જણાવશે. તેઓ બપોરે 12.15 વાગ્યે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્રનું ઉદઘાટન કરવાના છે. તેઓ બપોરે 2 વાગ્યે બીએચયુના માતા અને બાળ આરોગ્ય વિંગનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે વડા પ્રધાન બીએચયુથી હેલિપેડથી દિલ્હી પાછા જવા રવાના કરશે.

કાશીને મોદી તરફથી મળેલી ભેટોની લાંબી સૂચિ છે, તેમાં પંચકોસી રસ્તો પહોળો કરવો, વારાણસી-ગાજીપુર માર્ગ ઉપર થ્રી-લેન ફ્લાયઓવર, ગટર વ્યવસ્થા સમારકામ પ્રોજેક્ટ, કાશીમાં 4 સ્થળોએ ઓડિયો-વીડિયો એલઈડી, કાશીના ઉદ્યાનો બ્યુટિફિકેશન જેવા મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ છે, ગામો માટે જલ-જીવન મિશન હેઠળના પ્રોજેક્ટ્સ, કેરી અને શાકભાજીનું એકીકૃત પેક હાઉસ શામેલ છે.