સંસદનું મોનસૂન સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઈ રહ્યું છે અને એવી અટકળો કરવામાં આવી રહી છે કે આ સત્રમાં ઘણા મોટા મુદ્દાઓને લઈને ખૂબ હોબાળો મચી શકે છે. આ સાથે જ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ પણ આ સત્રમાં તેઓ કયા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી રહ્યા છે તેના પર પણ સંકેત આપ્યો છે.
બેકાબુ મહામારી / દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં વધારો, જાણો આજનાં આંકડા
ગુરુવારે એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સાત મુદ્દાઓને લઇને નિશાન સાધ્યું હતું, જેમાં કોરોના વાયરસની વેક્સિનનાં અભાવ અને ભારત-ચીન સરહદ વિવાદથી લઈને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સુધીનો સમાવેશ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘સદીઓનું બનાવેલુ, ક્ષણોમાં નષ્ટ કર્યુ… દેશ જાણે છે કોણ, આ મુશ્કેલ સમય લાવ્યો.’
सदियों का बनाया
पलों में मिटाया
देश जानता है कौन
ये कठिन दौर लाया।#VaccineShortage #LAC #Unemployment #PriceHike #PSU #Farmers #OnlyPR— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2021
ડ્રોન એટેક / જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ફરી મોડી રાત્રે જોવા મળ્યો ડ્રોન, સુરક્ષા દળ સતર્ક
આ ટવીટમાં રાહુલ ગાંધીએ કોરોના રસીનો અભાવ, એલએસી વિવાદ, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ, પીએસયુ, ખેડૂત આંદોલન અને હેશટેગ સાથે પીઆર સહિત સાત મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે, બુધવારે પણ રાહુલ ગાંધીએ સરહદ વિવાદ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, મોદી સરકારે વિદેશી અને સંરક્ષણ નીતિને રાષ્ટ્રીય રમત બનાવીને આપણા દેશને નબળો પાડ્યો છે. ભારત ક્યારેય આટલું અસુરક્ષિત રહ્યું નથી.
જેલમુક્તિ / પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, હાર્દિક પટેલે કર્યું સ્વાગત
આપને જણાવી દઈએ કે, 19 જુલાઇથી શરૂ થવા જઈ રહેલા સંસદનાં મોનસૂન સત્રનાં એક દિવસ પહેલા જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓની બેઠક બોલાવી છે. વળી, કેન્દ્રીય સંસદીય બાબતોનાં મંત્રી પ્રહલાદ જોશીએ પણ તે જ દિવસે સર્વપક્ષીય બેઠક યોજી છે. આ પહેલા ઓમ બિરલાએ કહ્યું હતું કે, સંસદનું મોનસૂન સત્ર 19 જુલાઇથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે અને બંને ગૃહોમાં સવારે 11 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યા સુધી સભાનું આયોજન કરવામાં આવશે. આ દરમ્યાન સંસદમાં આવતા તમામ સભ્યો અને મીડિયાકર્મીઓને કોરોના વાયરસ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જો કે, સંસદમાં પ્રવેશ માટે કોરોના વાયરસનો નેગેટિવ આરટીપીઆર રિપોર્ટ ફરજિયાત રહેશે નહીં.
