પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરનાર એક શખ્સની રાજસ્થાનનાં પોખરણમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનનાં બીકાનેરનો રહેવાસી હબીબુર રહેમાન તરીકે થઈ છે.

ધ હન્ડ્રેડ લીગ / આગામી સપ્તાહથી ઇંગ્લેન્ડમાં રમાશે આ અનોખી 100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ કે જેમાં પાંચ બોલની હશે ઓવર
મળી રહેલી માહિતી અનુસાર, હબીબુર રહેમાન પોખરણમાં સૈન્ય ક્ષેત્રની અંદર શાકભાજી વેચતો હતો. આ સાથે હબીબુર રહેમાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ઘણી ગુપ્ત માહિતી લિક કરતો હતો. હાલ ક્રાઇમ બ્રાંચની ટીમે પોખરણમાંથી હબીબુર રહેમાનને પકડી લીધો છે અને તેને દિલ્હી લાવવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હબીબુરની ધરપકડ બાદ દિલ્હી પોલીસે તેની સામે ઓફિશિયલ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે.
Army's confidential documents & map of Army area seized from him. The accused said that the documents were given to him by Paramjit Kaur, an Army personnel deployed in Agra. Rahman was supposed to hand over documents to one Kamal. Questioning underway: Delhi Police Crime Branch
— ANI (@ANI) July 15, 2021
રાજકારણ / રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની બાબત અફવા, પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બિનરાજકીય : શરદ પવાર
ભારતીય સેનાને લગતા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મહત્વપૂર્ણ નકશા હબીબુર પાસેથી મળી આવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે કહ્યું છે કે, આરોપી વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે કે, આરોપી રહેમાને પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, તેને આ દસ્તાવેજો આગ્રામાં સૈન્ય કર્મચારી પરમજીત કૌર પાસેથી મળ્યા છે. રહેમાન આ દસ્તાવેજો કમાલને આપવાના હતા.

બેકાબુ મહામારી / દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં વધારો, જાણો આજનાં આંકડા
પોલીસે પરમજીત કૌરને પણ કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરમજીત કૌરને ટૂંક સમયમાં વધુ તપાસ માટે દિલ્હી પોલીસને સોંપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, રહેમાન કમલને આ મહત્વપૂર્ણ દસ્તાવેજો આપવાનો હતા, આ સમગ્ર મામલામાં પોલીસે કેટલાક વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી છે, એવું માનવામાં આવે છે કે તે એક મોટા રેકેટનો એક ભાગ છે. પીટીઆઈનાં અહેવાલ મુજબ દિલ્હી પોલીસ કહે છે કે રહેમાન પોખરણમાં આર્મી બેઝ કેમ્પમાં શાકભાજી સપ્લાય કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેને અહીં શાકભાજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ગુપ્તચર વિભાગનાં ઇનપુટ્સનાં આધારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે મંગળવારે પોખરણથી આરોપીની ધરપકડ કરી છે.
