વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વરિષ્ઠ પ્રધાનોને મળવા માટે દિલ્હી આવેલા કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ વડા પ્રધાનને વિકાસ યોજનાઓની ચર્ચા કરવા માટે મળ્યા છે અને તેમના પદ છોડવાના અહેવાલો માત્ર અફવાઓ છે.
ગઈ કાલે મોડી સાંજે કર્ણાટકના મુખ્યમંત્રી રાષ્ટ્રીય પાટનગર દિલ્હી પહોંચ્યા અને ત્યારબાદ વડા પ્રધાન મોદી અને જેપી નડ્ડાને મળ્યા હતા. મુખ્યમંત્રીએ વરિષ્ઠ નેતૃત્વ સાથે રાજ્યને લગતા વિવિધ વિકાસ યોજનાઓની ચર્ચા કરી હતી.યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની લાંબા સમયથી ચાલતી માંગ સાથે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં દિલ્હી પરત ફરશે. એવી અટકળો ચાલી રહી છે કે મુખ્યમંત્રી રાજ્યમાં સંભવિત કેબિનેટ વિસ્તરણના નામની ચર્ચા કરવા રાજધાનીમાં આવ્યા છે.
શુક્રવારે વડા પ્રધાનને મળ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે, આજે નવી દિલ્હીમાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી મળ્યા હતા,રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ પર ફળદાયી ચર્ચા થઈ હતી.ઉલ્લેખનીય છે કે કર્ણાટકના મુખ્યમંત્રી બી એય યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો પર હાલ પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા હતા. આવનાર દિવસોમાં કર્ણાટકમાં કેવિનેટ વિસ્તરણ કરવામાં આવશે.
