શિલ્પા માટે રાજ કુદ્રાંની ધરપકડની ઘટના ઘણી આધાતજનક છે. આ દિવસોમાં, તેની કમબેક ફિલ્મ હંગામા 2 ના પ્રમોશન દરમિયાન, શિલ્પા તેના પતિની ધરપકડ બાદ સંપૂર્ણ મૌન બની ગઈ છે. છેલ્લા ઘણા કલાકોથી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર કોઈ પણ પ્રકારનું અપડેટ આવ્યું નથી.
સોમવારે રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાંચે અશ્લીલ વીડિયો બનાવવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી અને મંગળવારે સવારે રાજને કોર્ટ દ્વારા 23 જુલાઇ સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. એહીં એક વાત સ્પષ્ટ થાય છે કે આ આખી ઘટનાના કારણે શિલ્પાને મોટુ નુકશાન થઇ શકે છે. વર્તમાન સમયમાં તેની કમબેક ફિલ્મ હંગામા 2 ના પ્રમોશન ચાલી રહ્યુ છે, અને આ દરમિયાન તેના પતિની ધરપકડ થતા તે સંપૂર્ણ મૌન બની ગઈ છે. છેલ્લા ઘણા કલાકોથી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ એટલુ ચોક્કસ છે કે, હાલમાં શિલ્પાના નિવેદનની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર શિલ્પાની છેલ્લી પોસ્ટ લગભગ 21 કલાક પહેલાની જેમાં દર્શાવવામાં આવેલા એક વીડિયોમાં તે પોતાના કો-સ્ટાર મીઝાન સાથે રસપ્રદ વાતચીત કરી રહી છે. તે જ સમયે, આ જ વિડિઓમાં, જોની લિવર ફિલ્મની અગ્રણી મહિલા પ્રણીતા સુભાષ સાથે વાતચીતમાં છે. આ સાથે, શિલ્પાએ લખ્યું છે – ઝેન ઝી સ્લેંગ સ્કૂલિંગ.
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી હંગામા 2 દ્વારા 14 વર્ષ પછી મુખ્ય ભૂમિકામાં પરત ફરી રહી છે. આ પહેલા 2007 માં તે અપને ફિલ્મમાં જોવા મળી હતી. હંગામા 2 શિલ્પા શેટ્ટીની ઓટીટી ડેબ્યૂ પણ છે. શિલ્પા સોશિયલ મીડિયા અને વર્ચુઅલ માધ્યમો દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. શિલ્પા શેટ્ટીએ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી આ જ વીડિયો પોસ્ટ કર્યો છે.
આ સિવાય શિલ્પા ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં પણ જજની ભૂમિકા નિભાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે મંગળવારે શિલ્પા તેના શોના શૂટિંગ માટે પણ પહોંચી નહોતી. હાલમાં શિલ્પા તેની માતા અને બહેન શમિતા શેટ્ટી સાથે જુહુના તેના બંગલામાં છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે આ વર્ષે આ કેસની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં અભિનેત્રી ગેહાના વશિષ્ઠની અગાઉ ધરપકડ કરવામાં આવી છે અને તે 5 મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર છે.
