ભારતે શ્રીલંકાને ખૂબ જ રોમાંચક મેચમાં 3 વિકેટથી પરાજ્ય આપ્યો હતો . આ જીતની સાથે ભારતે શ્રેણીમાં 2-0થી આગળ થઇ ગઇ છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 275 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે આ લક્ષ્ય અંતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું.
ટીમ ઈન્ડિયાની આ જીતનો હીરો દિપક ચહર હતો. એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ આરામથી ગુમાવશે, ત્યારબાદ ચહરે એક મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ભારતને વિજય અપાવ્યો. ચહરે 69 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમારે પણ દિપકને 19 રન બનાવીને ટેકો આપ્યો હતો. દીપક ઉપરાંત સૂર્યકુમાર યાદવે 53 અને મનીષ પાંડેએ 37 રન બનાવ્યા. કૃણાલ પંડ્યાએ પણ 35 રન બનાવ્યા હતા.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટ પર 275 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચરિત અસલાન્કાએ 65 રન બનાવ્યા. આ સિવાય અવિશ્કાએ 50 રન બનાવ્યા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી હતી. જ્યારે દિપક ચહરે બે વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા ટીમને હરાવીને ભારત શ્રેણીમાં બે થી આગણ નીકળી ગઇ છે ,પ્રથમ વનડે માં પણ ભારત આસાનીથી જીત હાંસિલ કરી હતી પરતું આ મેચ રોમાંચક ભરેલી હતી એક સમયે ભારત પર હારના વાદળો મંડાઇ રહ્યા હતા ત્યારે દિપક ચહરે યાદગાર ઇનિંગ્સ રમીને મેચની બાજી પલટી નાંખી હતી.
