છોટાઉદેપુર/ એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસનુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન

અંતરિયાળ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા વિસ્તાર ના વિધ્યાર્થીઑને રોજગાર માટે સક્ષમ બનાવવા મદદરુપ થશે એકલવ્ય કોલેજ

Gujarat Others

છોટાઉદેપુર ના કલારાણી નજીક રંગલી ચાર રસ્તા પાસે નવીન બનાવેલ એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસ ના  ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા નું  આદીવાસી  પરંપરાગત નૃત્ય દ્રારા ભાવભીનું સ્વાગત કરવા માં આવ્યું.
છોટાઉદેપુર પર્વ પટ્ટી વિસ્તાર મા શરુ કરવામા આવેલ આદિવાસી તેમજ વિસ્તાર ના વિદ્યાર્થી ઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન  એકલવ્ય કોલેજ માં રોજગાર માટે વિધ્યાર્થી ઑ ને સક્ષમ બનાવવા માટે અને સાથે સમાજ ના વિકાસ ને કેન્દ્ર માં રાખી કોલેજીસ શરૂ  કરવામા આવી

કોઈ પણ રાષ્ટ્ર કે સમાજના વિકાસમાં મહત્વની અને પાયાની ભૂમિકા શિક્ષણ ભજવે છે . સરકાર શ્રી દ્વારા પણ કોઈ વ્યક્તિ શિક્ષણના અધિકાર થી વંચિત ન રહે તે હેતુથી શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે અંતરિયાળ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા જીલ્લામાં પાવી જેતપુર તાલુકાના કલારાણી નજીક રંગલી ચોકડી પાસે જાણીતા આદિવાસી સમુદાયના સમાજ સેવક અને ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા , ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોહિલ અને ટ્રસ્ટી રવિન્દ્રસિંહ સરવૈયા ના માર્ગદર્શન માં ચંદ્રમૌલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એકલવ્ય ગુપ ઓફ કોલેજીસ ની સ્થાપના દ્વારા ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે નવો આયામ ઉમેરાઈ રહ્યો છે

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સંલગ્ન એકલવ્ય કોલેજમાં રોજગાર માટે વિધાર્થીઓને સક્ષમ બનાવવા માટે અને સાથે સમાજ વિકાસને કેન્દ્રમાં રાખીને ડીપ્લોમાં ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર , B.A. , અને સ્નાતક પછી માસ્ટર ઓફ સોશ્યલ વર્ક ( એમ એસ.ડબલ્યુ ) નો અભ્યાસક્રમ ખાસ શરુ કરવામાં આવ્યો છે . યુવાઓના આ દેશમાં સમાજ પરત્વે સંવેદના ઉભી કરતો આ અભ્યાસક્રમ રોજગારીની સાથે સેવાની તક પૂરી પડે છે .

કોલેજના મેનેજમેન્ટ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે અધ્યતન સુવિધા યુક્ત બિલ્ડીંગ બનાવાયુ છે કોલેજમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી અને સમાજ રહેશે . આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી મા . ભુપેન્દ્રસિંહજી ચુડાસમા , શ્રી ગોવિંદ ગુરુ યુની , ગોધરાના કુલપતિ શ્રી પ્રો . પ્રતાપસિંહજી ચૌહાણ ના હસ્તે કોલેજ બિલ્ડીંગ તકતી અનાવરણ કરીને ખુલ્લું મુકવામા આવ્યુ હતુ. આ પ્રસંગે , ધારાસભ્ય સંખેડા અભેસિંહ તડવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે  મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ કે . વિધ્યાર્થી ઑ ને હવે દૂર સુધી જવું નહી પડે તેમણે જણાવ્યુ કે  પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે કોર કમિટી મા નિર્ણય નિર્ણય લેવાસે , અને જે પાઠ્ય પુસ્તકો આપવા માં  વિલંબ થયો છે તે કોરોના ના કારણે થયો છે , આગામી અઠવાડીયા માં તમામ ધોરણ ના પુસ્તકો આવી જશે તેમણે શાળા ફી માફી અંગે જણાવ્યુ કે ફી મા રાહત અંગે હાલ માં કોઈ નિર્ણય નહી