કોરોના મહામારીના કારણે દેશભરમાં લાખો લોકોની રોજગારી પર અસર પડી છે. આ બેકારી હિન્દી સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પણ જોવા મળી છે. જાણીતી ટીવી સીરીયલ સાથ નિભાના સાથિયાની ગોપી વહુની ઉર્મિલા મામીની એટલે કે વંદના વિઠલાણી પણ લોકડાઉન દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય હતી.
વંદના વિઠ્ઠલાનીએ તાજેતરમાં વેબ પોર્ટલ સ્પોટ બોય સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘લોકડાઉન દરમિયાન તેણીને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરવ્યુમાં વંદનાએ કહ્યું કે, ‘લોકડાઉનને કારણે દરેકનું કામ અટકી ગયું. આવક તો બંધ અને સામે ખર્ચો ઓછો ન થયો. ત્યારબાદ મેં ઘર ચલાવવા માટે બીજું કામ કરવાનું શરૂ કર્યું. તેમાં મેં મારા હાથે રાખડીઓ બનાવી અને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું.’
વંદનાએ આગળ વાત કરતા જણાવ્યું કે, તેની પાસે રાખડીઓના ઓર્ડર પણ આવવા લાગ્યા હતા. વંદનાએ કહ્યું કે તે સીરીયલના શુટિંગ સાથે રાખડી પણ બનાવતી હતી. હાલ તેનું એક્ટિંગનું કામ પૂર જોશમાં ચાલે છે પરંતુ તે રાખડી બનાવવાનું બંધ નથી કર્યું.
સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘સાથ નિભાના સાથિયા’ ફરી એકવાર ‘તેરા મેરા સાથ રહે’ ના નામે લોકો સમક્ષ રજુ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વંદના ફરી એકવાર તેમાં જોવા મળશે. આ સીરીયલ ટૂંક સમયમાં ટીવી પર આવશે. સીરીયલ ‘તેરા મેરા સાથ રહે’ 16 ઓગસ્ટથી સ્ટાર પ્લસ પર સીરીયલ શરૂ થઈ રહી છે. આમાં ફરી એકવાર રૂપલ પટેલ અને જિયા માણેક સાસુની ભૂમિકામાં જોવા મળશે.
