મણિપુરનાં મુખ્યમંત્રી એન બિરેન સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ વિશે મોટો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પહેલા બે ખેલાડીઓને યુ.એસ.માં સારી તબીબી સંભાળ અને તાલીમ આપવામાં મદદ કરી હતી.
When PM Modi learnt about her back pain, he intervened & expenses were borne by the Centre. I am also told that she isn't the only one PM helped. I won't name but there is another athlete who was sent to the US for medical attention and training after PM intervention: Manipur CM
— ANI (@ANI) August 6, 2021
આ પણ વાંચો – Policy / RBI એ રેપોરેટ 4 ટકા યથાવત રાખ્યો, EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં
મુખ્યમંત્રી બિરેન સિંહ વડાપ્રધાન સહિતનાં ટોચનાં નેતૃત્વ પાસેથી “આશીર્વાદ” મેળવવા અને વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય મેળવવા દિલ્હીમાં છે. મણિપુરનાં મુખ્યમંત્રીએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે તેઓ આ અઠવાડિયે વડાપ્રધાનને મળ્યા ત્યારે તેમણે ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને મદદ કરવા બદલ આભાર માન્યો હતો. વડાપ્રધાન કાર્યાલય તરફથી મળેલી મદદનું વર્ણન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “ચાનુએ તેમને એક જાહેર સમારંભમાં આ અંગે જાણ કરી હતી. વડાપ્રધાન તરફથી મળેલી મદદ અંગેનાં તેમના ઘટસ્ફોટથી મને આશ્ચર્ય થયું. તેણીએ જાહેર કર્યું કે, જો તેણીને સ્નાયુમાં થતા દુખાવાનું ઓપરેશન અને કસરતો માટે અમેરિકા જવાની તક ન આપવામાં આવે તો તે પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકશે નહીં.
Mirabai Chanu disclosed that if she wasn't given an opportunity to go to the US for her muscle operation and practice, she wouldn't have been to achieve this goal. People of Manipur were overjoyed to know how PM helped her: Manipur CM N Biren Singh
— ANI (@ANI) August 6, 2021
આ પણ વાંચો – ઝટકો / એમેઝોન અને RIL-ફ્યુચર ગ્રુપ વિવાદ પર SC એ એમેઝોનની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો
તેમણે કહ્યું કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સીધી મદદ કરી. મણિપુરનાં લોકો એ જાણીને ખૂબ જ ખુશ હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કેવી રીતે મદદ કરી. બિરેન સિંહે કહ્યું, ‘જ્યારે અમે ચાનુની મદદ કરવા માટે તેમનો આભાર માન્યો તો વડાપ્રધાન મોદી હસતા રહ્યા. તેમણે અન્ય એક રમતવીરને પણ મદદ કરી હતી. આ નેતાની મહાનતા છે.” સિંહે કહ્યું, “ચાનુ પીઠનાં દુખાવાથી પીડિત હતા અને આ સંદેશ PMO ને ગયો અને PM મોદીએ સીધો હસ્તક્ષેપ કર્યો અને પ્રધાનમંત્રીએ વિદેશમાં તેમની સારવાર અને તાલીમનો તમામ ખર્ચ ઉઠાવ્યો. મને કહેવામાં આવ્યું છે કે તે એકમાત્ર નથી કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદદ કરી છે. વડાપ્રધાને ક્યારેય તેનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. હું નામો નહીં લઉં પરંતુ એક અન્ય રમતવીર છે જેમને વડાપ્રધાન મોદીએ સારવાર અને તાલીમ માટે અમેરિકા મોકલ્યા હતા.
