સંસદનું ચોમાસું સત્ર, જે કોરોના સમયગાળાની વચ્ચે 19 જુલાઈથી શરૂ થયું હતું, તે હવે એવું લાગે છે કે, વિપક્ષોનાં હંગામાની ભેટ ચઢી રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાને લઈને રાજ્યસભા અને લોકસભામાં હંગામો મચાવી રહી છે. આ સમગ્ર વિરોધ વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીનાં અન્ય કેટલાક નેતાઓએ શુક્રવારે વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે જંતર -મંતર પર એક થવાનો નિર્ણય કર્યો.
Opposition leaders join farmers protest at Jantar Mantar in Delhi pic.twitter.com/QdTXDeLfgp
— ANI (@ANI) August 6, 2021
આ પણ વાંચો – મોટા સમાચાર / પર્યાવરણને બચાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદાજે 500 કરોડ પ્લાસ્ટિક બોટલોને કરશે Recycle
14 વિપક્ષી દળોનાં નેતાઓ આજે સવારે 10 વાગ્યે સંસદ ભવનમાં મળ્યા અને ખેડૂતોનાં આંદોલનને ટેકો આપવાનો, ‘કિસાન સંસદ’માં ભાગ લેવાનો અને તેમની સાથે એકતામાં બેસવાનો નિર્ણય કર્યો. ઓછામાં ઓછા 14 વિપક્ષી દળોએ બેઠકમાં હાજરી આપી હતી અને જંતર -મંતર પર વિરોધમાં ભાગ લેવા સંમત થયા હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના, ડીએમકે, એનસીપી, આરજેડી, એસપી, સીપીઆઈએમ, સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, એનસી, એલજેડીનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખરાગે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કૃષિ કાયદા રદ કરવાની ખેડૂતોની માંગને સમર્થન આપવા માટે, તમામ વિપક્ષી પાર્ટીઓ આજે જંતર -મંતર પર જશે, જેમાં રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.”
#WATCH | Congress leader Rahul Gandhi and other Opposition leaders reach Jantar Mantar, Delhi to extend support to farmers in their protest against farm laws by raising slogans with a placard 'Save Farmers, Save India' pic.twitter.com/VMyi4ShlYo
— ANI (@ANI) August 6, 2021
આ પણ વાંચો – #TokyoOlympic2021 / ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાની ખેલાડીને આપી મ્હાત
નેતાઓ સંસદથી બસમાં 12.30 વાગ્યે જંતર-મંતર ખાતે કિસાન સંસદમાં હાજરી આપવા માટે મુસાફરી કરી હતી. ઘટના સ્થળ પર પહોંચતા વિપક્ષી નેતાઓએ ‘ખેડૂતો બચાવો, ભારત બચાવો’ નાં નારા લગાવ્યા હતા. ખેડૂતોને ટેકો આપવા માટે ખડગેની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓનાં વિરોધમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે સંસદ સત્રને જોતા ખેડૂત સંગઠનો તેમની માંગણીઓ માટે છેલ્લા કેટલાક દિવસોથી જંતર-મંતર પર સાંકેતિક ‘સંસદ’ નું આયોજન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોની માંગ છે કે, ત્રણેય કાયદા રદ કરવા અને લઘુત્તમ ટેકાનાં ભાવની બાંયધરી આપવા માટે કાયદો બનાવવાની છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, વિપક્ષી નેતાઓની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પેગાસસ જાસૂસી કેસ અને મોંઘવારીનાં મુદ્દે સરકારને ઘેરી લેવામાં આવશે.
