Not Set/ રાજસ્થાનમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું સચિન પાયલોટ ટૂંંક સમયમાં ભાજપમાં સામેલ થશે

અબ્દુલ્લાકુટ્ટીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કોંગ્રેસમાં સચિન પાયલોટ  મુખ્યમંત્રી અશોક ગેહલોત થી નારાજ ચાલી રહ્યા છે

Top Stories

ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લાકુટ્ટીએ રવિવારે અહીં કહ્યું કે કોંગ્રેસના નેતા સચિન પાયલટ એક સારા નેતા છે અને તેઓ તેમના કેટલાક સાથીઓની જેમ જલ્દી જ ભાજપમાં જોડાશે. અબ્દુલ્લાકુટ્ટીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કોંગ્રેસમાં સચિન પાયલોટ  મુખ્યમંત્રી અશોક ગેહલોત થી નારાજ ચાલી રહ્યા છે. ગયા વર્ષે, પાયલટે બળવો કર્યો હતો અને તે ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે પક્ષના નેતૃત્વ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા.બન્ને જૂથ વચ્ચે ભારે વિખવાદ હાલ ચાલી રહ્યો છે. અબ્દુલ્લાકુટ્ટીએ  કહ્યું કે “સચિન પાયલટ એક સારા નેતા છે. હું માનું છું કે તે પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.

અબ્દુલ્લાકુટ્ટી અહીં ભાજપ લઘુમતી મોરચાની રાજ્ય કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.સચિન પાયલોટ  કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વ સામે એક વર્ષ પહેલા બળવો કર્યો હતો બાદમાં પાયલટ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે, પાયલોટે પોતે આવી કોઈ શક્યતા નકારી છે. આ વર્ષે જૂનમાં, ભાજપના નેતા રીટા બહુગુણા જોશીએ કહ્યું હતું કે તેમણે કથિત રીતે નારાજ કોંગ્રેસ નેતા સાથે ભાજપમાં જોડાવા અંગે વાત કરી હતી. આ અંગે કટાક્ષ કરતા પાયલટે કહ્યું હતું કે, “કદાચ ભાજપના કોઈ નેતાએ સચિન તેંડુલકર સાથે વાત કરી છે અને બહુગુણામાં તેમની સાથે વાત કરવાની હિંમત નથી.

અબ્દુલ્લાકુટ્ટીએ કહ્યું હતું કે એ ખોટું છે કે   ભાજપ મુસ્લિમો વિરોધી છે. અમારા આદરણીય આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના વડા મોહન ભાગવત એ સ્પષ્ટપણે કહ્યું છે કે મુસ્લિમો અને હિન્દુઓ એક છે અને તેમના ડીએનએ સમાન છે. રાજ્ય કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગના પૂર્વ પ્રમુખ આબિદ કાગ્ગીએ અબ્દુલ્લાકુટ્ટીના નિવેદનને ભ્રામક ગણાવ્યું છે.