જમ્મુ-કાશ્મીર/ સુરક્ષા દળોને મળી સફળતા, પુલવામાના દદાસરા વિસ્તારમાંથી શોધી કાઢ્યો IED

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના દદસરા વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા એક મોટી દુર્ઘટના ટળી હતી,…

India
સુરક્ષા દળોને

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના દદસરા વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા એક મોટી દુર્ઘટના ટળી હતી, કારણ કે સુરક્ષા દળોએ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) ને બહાર કાઢીને ડિફ્યુઝ કર્યું હતું.

આ પણ વાંચો : દેશનું પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને રિસર્ચ સેન્ટર આવતીકાલથી શરૂ થશે,સીએમ પિનારાયી વિજયન ઉદ્ઘાટન કરશે

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રાલના દદાસરા વિસ્તારમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા ગુરુવારે મોડી રાત્રે એક IED શોધી કાઢવામાં આવ્યું હતું, જેને બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે નાશ કર્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે મામલો સંભાળી લીધો છે. તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :તમે કેટલા ટ્વિટર એકાઉન્ટ બંધ કરશો? દરેક કાર્યકર રાહુલ ગાંધીનો અવાજ બનશે

જમ્મુ -કાશ્મીરના કુલગામ જિલ્લામાં બીએસએફના કાફલા પર આતંકવાદીઓ દ્વારા રાતોરાત મુઠભેડમાં એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે બે સુરક્ષા કર્મી ઘાયલ થયા હતા. ફાયરિંગમાં બે નાગરિકો પણ ઘાયલ થયા છે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર બીએસએફના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. શરૂઆતના હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી.

આ પણ વાંચો : સંસદમાં માત્ર જોવા મળ્યો સંગ્રામ, કરદાતાના પરસેવાની કમાણી લડાઇમાં સમાણી

આ પણ વાંચો :‘સાંસદે તેનું ગળું પકડ્યું, તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો’ -સુરક્ષા કર્મીએ પોતાની આપવીતી વર્ણવી

આ પણ વાંચો :ચીન અને પાકિસ્તાનની સરહદ પર નજર રાખશે અમદાવાદના કેમેરા