Not Set/ દૂરર્દશન અને ઓલ ઇન્ડિયા રેડિયો આઝાદીના અમૃત મોહત્સવને યાદગાર બનાવશે

નવી જનરેશનને સ્વતંત્રતા આંદોલનમાં આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને બલિદાનની પ્રેરણાદાયક વાર્તાઓથી પરિચિત કરવા માટે આકાશવાણી 15 ઓગસ્ટના રોજ વિશેષ કાર્યક્રમ ‘આઝાદી કા સફર, આકાશવાણી કે સંગ’ ની શ્રેણી શરૂ કરી રહ્યું છે

India

સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ નિમિત્તે, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો  15 ઓગસ્ટે સ્વતંત્રતાના રંગોમાં રંગાશે. આઝાદીના અમૃત મહોત્સવને યાદગાર બનાવવા માટે, જન ભાગીદારી અને જન આંદોલનની ભાવનામાં, માત્ર દૂરદર્શન અને અખિલ ભારતીય રેડિયો જ નહીં, પણ મંત્રાલયના અન્ય મીડિયા એકમો દ્વારા પણ અનેક કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે.

ખાસ કાર્યક્રમોનું આયોજન

 ખાસ કાર્યક્રમોમાં દેશ પ્રતિભાવનાને જાગૃત કરતી ફિલ્મોના પ્રસારણથી લઈને રાષ્ટ્રવાદના રંગોમાં રંગાતી ફિલ્મો બતાવવામાં આવશે. સ્વતંત્રતાની અમૃત મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પહેલમાં ખાસ કાળજી લીધી છે જેથી લોકો પણ સ્વતંત્રતાની ભાવના અનુસાર નવા ભારતની યાત્રામાં તેમની ભાગીદારી અનુભવી શકે.

સ્વતંત્ર સેનાનીઓનું સન્માન 

નવી જનરેશનને સ્વતંત્રતા આંદોલનમાં આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને બલિદાનની પ્રેરણાદાયક વાર્તાઓથી પરિચિત કરવા માટે આકાશવાણી 15 ઓગસ્ટના રોજ વિશેષ કાર્યક્રમ ‘આઝાદી કા સફર, આકાશવાણી કે સંગ’ ની શ્રેણી શરૂ કરી રહ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓનું જીવન અને યોગદાન દરરોજ પાંચ મિનિટના કેપ્સ્યુલ કાર્યક્રમ તરીકે ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે, દૂરદર્શન મુખ્ય ઐતિહાસિક અને રાજકીય વિકાસ પર દરરોજ પાંચ મિનિટનો કેપ્સ્યુલ કાર્યક્રમ પણ પ્રસારિત કરશે. લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ કર્યા પછી, દૂરદર્શન બે લોકપ્રિય દેશભક્તિની ફિલ્મો પણ બતાવશે.

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ દર્શાવાશે

નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન 15 થી 17 ઓગસ્ટ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર રાષ્ટ્રપિતા પર આધારિત ‘ધ મેકિંગ ઓફ મહાત્મા ગાંધી’ અને ‘ધરે બાયરે’ જેવી પ્રખ્યાત ફિલ્મોનું પ્રસારણ કરશે. ફિલ્મ વિભાગ સ્વતંત્રતા સેનાનીઓ અને સ્વાતંત્ર્ય સંગ્રામના વિશેષ પ્રદર્શન સાથે આ પ્રસંગને નિમિત્તે ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે.