અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ-અનારા નજીક એસ.ટી.બસનો ટ્રક સાથે અકસ્માત થયો છે.જેમાં કુલ 32 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. જે તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અમદાવાદ ઈન્દોર હાઈવે પર આવેલા કઠલાલના અનારા પાસે રસ્તાની સાઈડમાં ઊભા રહેલા ટ્રક પાછળ એસ.ટી. બસ ધડાકા સાથે ઘુસી ગઈ હતી.
આ પણ વાંચો : સ્વંત્રતા દિવસ પહેલા ગુજરાત માટે ગૌરવની વાત, રાજ્યના 19 પોલીસકર્મીઓને આ ખાસ એવોર્ડ
આ ઘટના એસટી બસના 6 મુસાફરોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. બસમાં સવાર આશરે 32 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. તો ગંભીર રીતે 6 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને અન્ય ખાનગી હોસ્પિટલ રિફર કરાયા હતા. આ ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને કઠલાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તો અનારા ગામની આજુબાજુના નાગરિકો પણ મદદે આવ્યા હતા. અકસ્માત બાદ ક્રેઈન મારફતે બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ બસની મહિલા કન્ડક્ટરની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. જેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. એવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ખેડા જિલ્લાના કઠલાલ પંથક પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. જ્યાં જામનગરથી ઝાલોદ તરફ જતી એસટી બસ.GJ 18 Z 3754નો આગળ ઊભા રહેલા ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, એસ.ટી. બસની એક સાઈડનું આખું પડખું કપાઈ ગયું હતું.
આ પણ વાંચો :ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા
આ ઘટના સંજય રમેશ ડામોર (ઉં. વ. 25), દક્ષા સુરેશ (ઉં. વ. 28), રામસિંહ દસાભાઈ ભૂરિયા (ઉં. વ. 46), મનીષ સુરતાન બામણિયા (ઉં.વ. 42), મન્સુરીબેન રામસિંહ ભૂરિયા (ઉં. વ. 40), કાન્તાબેન રમેશ ડામોર (ઉં. વ. 20), નિલેશ ડામોર (ઉં. વ. 20), સંજના શંકરભાઈ ડામોર (ઉં. વ. 6), રમેશ કાળુભાઈ ડામોર (ઉં. વ. 50), અલ્પાબેન મહેશભાઈ કટારા (ઉં. વ. 30), રમીલાબેન દિનેશભાઈ મછરા (ઉં. વ. 35), મનીષા શંકરભાઈ પારસી (ઉં. વ.18), સુમિત્રાબેન રાકેશભાઈ બામણિયા (ઉં. વ. 36), રાજેશ ખુમાનભાઈ વસૈયા (ઉં. વ. 27), સુરખાબેન રાજેશભાઈ વેલપુરા (ઉં. વ. 24), દર્શન રાજેશ વસૈયા (ઉં. વ. 4), અશીલાબેન રાજુરમાઈ ખાંટ (ઉં. વ. 25), મંજુલાબેન ભરતભાઈ ખાંટ (ઉં. વ. 30), ભરત હરજી ખાંટ (ઉં. વ. 30), દિનેશ અકજીભાઈ મછારા (ઉં. વ. 38), વિજય સોમાભાઈ ડામોર (ઉં. વ. 24), ધવલ ભરતભાઈ ખાંટ, જયરાજ રાજુભાઈ ખાંટ (ઉં. વ. 5), પ્રિયંકા ભરતભાઈ ખાંટ (ઉં. વ. 6), જાનકી મહેશ કટારા (ઉં. વ. 17), વિજય દિનેશભાઈ મછારા (ઉં. વ. 23), અંજલિ રાજેશ વસાવા (ઉં. વ. 1), વિજલ દિનેશભાઈ મછારા (ઉં. વ. 5), અમિત રાકેશ પારઘી (ઉં. વ. 8), લીલેશ વિરામ ડામોર (ઉં. વ. 18) તથા અન્ય બે મળી કુલ 32 વ્યક્તિને ઈજાઓ થઈ છે.
આ પણ વાંચો :ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો
આ પણ વાંચો :ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન
