વિનેશ ફોગાટ પાસેથી દેશને ટોક્યો ઓલિમ્પિક -2020 માં મેડલ જીતવાની આશા હતી, પરંતુ ભારતની આ સ્ટાર મહિલા કુસ્તીબાજ આશાઓ પર ખરી ઉતરી શકી નથી. તેણી આનાથી અત્યંત નિરાશ થઈ હતી પરંતુ જલદી તે ઘરે પરત ફરી. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ તેને અનુશાસનહીનતા માટે નોટિસ આપી અને અસ્થાયી રૂપે તેણીને સસ્પેન્ડ કરી છે અને તેને સ્પર્ધાઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. વિનેશે હવે આ નોટિસનો જવાબ આપતા WFI પાસે માફી માંગી છે. આ માફી પછી પણ, WFI તેને આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની મંજૂરી નહીં આપે તેવી વધુ સંભાવના છે.

આ પણ વાંચો – નિર્ણાયક બેઠક / PM મોદી 25 સપ્ટેમ્બરે UNમાં સંયુક્તરાષ્ટ્ર મહાસભાના ઉચ્ચસ્તરીય વાર્ષિક સત્રને સંબોધિત કરી શકે છે
વિનેશ ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઇ હતી. વિનેશે ન માત્ર તેના સાથી ખેલાડીઓ સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો પણ ટૂર્નામેન્ટ દરમિયાન તેની સાથે ટ્રેનિંગ પણ નહોતી કરી. આ સાથે, વિનેશે ભારતીય ટીમનાં સત્તાવાર પ્રાયોજક્ટને બદલે ખાનગી પ્રાયોજકનાં નામે ‘સિંગલેટ’ પહેર્યું હતું, જેના કારણે તેણીને WFI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેના સસ્પેન્શનનાં એક દિવસ પછી, વિનેશે ગેમ્સ દરમિયાન તેના શારીરિક અને માનસિક સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની પાસે તેના અંગત ફિઝીયોની સેવાઓ નથી. 26 વર્ષીય કુસ્તીબાજે શુક્રવારે WFI દ્વારા તેમને મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો હતો. આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “WFI ને જવાબ મળ્યો છે અને વિનેશે માફી માંગી છે. માફી માંગવા છતાં, એવી સંભાવના છે કે તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે.”

આ પણ વાંચો – દારૂ ઝડપાયો / શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે
ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ (OGQ ) અને JSW જેવી ખાનગી રમત એનજીઓ જે રીતે કામ કરી રહી છે તેનાથી WFI ખુશ નથી. આ સંસ્થાઓ કુસ્તીબાજો સહિત ઘણા ભારતીય રમતવીરોને સ્પોન્સર કરે છે. WFI માને છે કે આ સંસ્થાઓ તેમને ‘બગાડી રહી છે’. ડબલ્યુએફઆઈએ કહ્યું છે કે, તે તેમને ભવિષ્યમાં વરિષ્ઠ કુસ્તીબાજોની બાબતોમાં દખલગીરી કરવા દેશે નહીં. વિનેશને OGQ અને બજરંગ પુનિયાને JSW નું સમર્થન છે.
