તાલિબાનીઓએ પોતાની શક્તિ અને બંદૂકોનાં જોરે અફઘાનિસ્તાન પર કબ્ઝો જમાવી લીધો છે. જેના માટે દુનિયાભરમાંથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ચીન અને પાકિસ્તાનને બાદ કરતા મોટાભાગનાં દેશોમાંથી જટિલ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન ભારતનાં એક રાજકીય પક્ષે તાલિબાનનાં આ કૃત્યને ટેકો આપ્યો છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાન પાસે છે દુનિયામાં તમામ હથિયારો, ટેન્ક અને ફાઇટર પ્લેનથી લઈને ડ્રોન સુધી બધું જ છે
આપને જણાવી દઇએ કે, પીસ પાર્ટીનાં નેતા શાદાબ ચૌહાણે એક ટ્વીટમાં તાલિબાનીઓને ફ્રીડમ ફાઇટર ગણાવ્યા છે. પીસ પાર્ટીનાં નેતા શાદાબ તેમના ટ્વીટને લઈને વિવાદોમાં ફસાઈ ગયા છે. જણાવી દઇએ કે, શાદાબ ચૌહાણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “તાલિબાનને શુભેચ્છાઓ કે તેમણે શાંતિથી સત્તા હાંસલ કરી. એવી આશા રાખવામાં આવે છે કે તે એહકામ-એ-ઇલાહી નિઝામ-એ-મુસ્તફાનું શાસન સ્થાપશે જેમાં કોઇપણ નાગરિક સામે ભેદભાવ નહીં હોય. દરેકને ન્યાય મળશે. અમે શાંતિ અને ન્યાયની તરફેણમાં છીએ.” તેમના ટ્વીટ બાદ જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા ત્યારે તેમણે આ ટ્વીટને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દીધુ. વળી, સોશિયલ મીડિયા યુઝર્સે શાદાબ ચૌહાણનાં આ ટ્વીટ પર ઘણુ ખરુ ખોટુ સંભળાવ્યુ. ફ્રીડમ ફાઇટર જે બાદ શાદાબે આગળ આવીને સ્પષ્ટતા આપવી પડી છે. શાદાબ ચૌહાણે પોતાની સ્પષ્ટતામાં ટ્વિટ કરતા લખ્યું છે કે, જેઓ અમારી ટ્વીટને ખોટી રીતે ટ્વિસ્ટ કરે છે તેમને હુ કહેવા માંગુ છુ, અમારો ધ્યેય પડોશમાં શાંતિ જાળવવાનો હોવો જોઈએ અને અમે ભારતની પ્રગતિમાં અમે અમારો સહયોગ આપી શકીએ કારણ કે અશાંતિ અને અન્યાય દ્વારા પ્રગતિનો માર્ગ અવરોધિત થાય છે. ભારતમાં, અમે એક એવી સરકાર ઈચ્છીએ છીએ જે સમગ્ર માનવતા સાથે ભેદભાવ ન કરે.

આ પણ વાંચો – તાલિબાનોની સત્તા આવતા / કાબુલ ગુરુદ્વારા પર આતંકવાદી હુમલાની તપાસ પહેલીવાર વિદેશમાં NIA કરી રહી હતી,તપાસ અદ્વરતાલ
શાદાબે આગળ લખ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, દરેક વ્યક્તિને કોઇપણ પ્રકારનાં ભેદભાવ વગર ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા હોય, કોઇપણ વ્યક્તિ કોઇનાં પર અત્યાચાર ન કરી શકે, દીકરીઓ સુરક્ષિત રહે, સમગ્ર માનવતા શાંતિ અને અધિકારો સાથે પોતાનું જીવન જીવી શકે છે, જેનાથી આપણા મહાન દેશ ભારતને પણ ફાયદો થશે. આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ શાદાબ ચૌહાણનાં આ ટ્વીટ પર તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપનાં પ્રવક્તા મનીષ શુક્લાએ કહ્યું કે, આ નિવેદન તેમના અને તેમની પાર્ટીનાં વિઝનને દર્શાવે છે. આવા વલણની ભાજપ સખત નિંદા કરે છે.
