અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનીઓએ પૂરી રીતે કબ્ઝો કરી લીધો છે. તેમના કહેરથી અફઘાનિસ્તાનની જનતા દેશ છોડીને જવા માટે દોડી રહી છે. જણાવી દઇએ કે, હથિયારોથી સજ્જ તાલિબાન આતંકવાદીઓ હવે કાબુલમાં સંસદ ભવનમાં પ્રવેશ્યા છે, જે ભારત દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અફઘાનિસ્તાનને ભેટમાં આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – દેશને સંબોધન / અમેરિકાએ ઘણી મદદ કરી, હવે અફઘાનોએ પોતાનું ભવિષ્ય નક્કી કરવું પડશે : અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન
લોકશાહીનાં મંદિર પર આતંકવાદીઓની સરકારનો કબ્ઝો થઇ ગયો છે. અફઘાનિસ્તાનનાં શાંતિ-પ્રેમી લોકો તેમના ભવિષ્યને હવે જોખમમાં જોઇ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, વિશ્વમાં કોઈ તેમની રક્ષા માટે આગળ વધવાની હિંમત બતાવી રહ્યું નથી. પોતાને સૌથી શક્તિશાળી ગણાવતું અમેરિકા પણ તેની પૂંછડી દબાવીને બચતુ જોવા મળ્યુ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાનની સંસદમાં ઘૂસી ગયા છે. તેમના હાથમાં અત્યાધુનિક હથિયારો છે અને તે સ્પીકરની ખુરશીથી બાકીની બેઠકો સુધી બંદૂકો લઈને તેઓ શાનથી બેઠા છે. એક દિવસ પહેલા આ આતંકવાદીઓએ અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિનાં મહેલ પર કબ્ઝો કરી લીધો હતો અને હવે સંસદ પણ તેમના નિયંત્રણમાં આવી ગઈ છે.
https://twitter.com/KazmiWajahat/status/1427230295049244678?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427230295049244678%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Finternational%2Fvideo-afghanistan-s-future-caught-on-camera-parliament-will-run-at-gunpoint-633995.html
વીડિયોમાં કેટલાક તાલિબાન આતંકવાદીઓ ખુરશીઓ પર હથિયારો સાથે બેઠેલા જોવા મળે છે જ્યાં તત્કાલીન અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બે અઠવાડિયા પહેલા સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું. અમેરિકા તેના સૈનિકો સાથે ભાગી જવાનાં મૂડમાં છે, તાલિબાન આતંકવાદીઓનું વલણ કડક થઈ રહ્યું છે. 31 ઓગસ્ટની સમયમર્યાદાથી ઘણા સમય પહેલા યુએસ તેના બાકી રહેલા સૈનિકોને બહાર કાઠવા માટે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં સંસદમાં હથિયારોનાં આ ખુલ્લા પ્રદર્શનમાં ભવિષ્યનું અફઘાનિસ્તાન દેખાય છે જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે. અશરફ ગનીએ 2 ઓગસ્ટનાં રોજ અહીં એક બેઠક યોજી હતી. રવિવારે કાબુલ પર વિજય મેળવ્યા બાદ તાલિબાન આતંકવાદીઓનો જુસ્સો વધ્યો છે. બીજી તરફ વિશ્વ ને જ્ઞાન આપતી યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાએ પણ બોલવાનું બંધ કરી દીધુ છે અને અમેરિકાએ ત્યાં પોતાનો હાથ એવી રીતે સળગાવી દીધા છે કે તેમની પેઢીઓને તેના દુઃખનો અનુભવ કરવો પડશે.

આ પણ વાંચો – શરમજનક / તાલીબાનીઓને ભારતની એક પાર્ટીએ ગણાવ્યા ફ્રીડમ ફાઇટર, ટ્વીટ કરી આપી શુભેચ્છાઓ
તાલિબાનનાં પ્રવક્તા સુહેલ શાહીને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં “ખુલ્લી, સમાવેશી ઇસ્લામિક સરકાર” ની સ્થાપના માટે વાતચીત કરશે. અગાઉ તાલિબાનને કહેવામાં આવ્યું હતું કે, તે તેનું ‘સત્તાવાર’ નામ ‘અફઘાનિસ્તાન ઇસ્લામિ અમીરાત’ જાહેર કરશે. આપને જણાવી દઈએ કે, 20 વર્ષ પહેલા પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું. જોકે, અમેરિકામાં 9/11 નાં હુમલા બાદ તેણે અલ-કાયદાને ખતમ કરવાના નામે અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપ કર્યો હતો, જેના પર અલ-કાયદાનાં આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ હતો. વરિષ્ઠ પત્રકાર વજાહત કાઝમીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર હથિયારો સાથે અફઘાનિસ્તાનનાં સંસદ ભવનમાં પ્રવેશતા તાલિબાન આતંકવાદીઓનો આ વીડિયો શેર કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ ઇમારત પણ ભારતે બનાવી છે અને અફઘાનિસ્તાનને ભેટમાં આપી છે. કાઝમીએ લખ્યું, ‘તાલિબાન અફઘાનિસ્તાનની સંસદમાં ઘુસી ગયું છે. આ ઇમારત ભારત દ્વારા બનાવવામાં આવી હતી.
