બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દાદરમાં મુંબઈનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કર્યુ છે. મંગળવારે મહારાષ્ટ્રનાં પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ દાદરનાં કોહિનૂર બિલ્ડિંગનાં પાર્કિંગમાં EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન એક સમયે સાત ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરી શકે છે.

આ પણ વાંચો – Technology / વોટ્સએપ લાવ્યું વધુ એક નવું ફીચર, લિંક શેર કરવાની રીત બદલી
બીએમસી અનુસાર, આ ચાર્જિંગ સ્ટેશન યુઝર્સ માટે ચોવીસ કલાક અને સાત દિવસ ખુલ્લું રહેશે. ચાર્જિંગ સ્ટેશનનાં સાત ચાર્જિંગ પોઇન્ટમાંથી ચાર ફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ છે, જે એકથી દોઢ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણ રીતે ચાર્જ કરી શકે છે. અન્ય ત્રણ નિયમિત EV ચાર્જર છે જે લગભગ છ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે રિચાર્જ કરવામાં સક્ષમ છે. BMC વાહનો ચાર્જ કરવા માટે 15 રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ કરશે. EV ચાર્જિંગ સ્ટેશનનાં ઉદ્ઘાટન દરમિયાન આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને બચાવવા માટે આ એક પગલું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “મુંબઈનાં કોહિનૂર ભવનમાં એક EV પાર્કિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ખૂબ જ પ્રોત્સાહક છે કારણ કે, અમે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહનને અનુકૂળ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.” ઠાકરેએ એમ પણ લખ્યું, “અમે લગભગ એક મહિના પહેલા અમારા રાજ્યની EV નીતિની જાહેરાત કરી હતી. આવા પ્રયત્નો જોઈને આનંદ થાય છે. સરકાર તરીકે, અમે અમારી ભૂમિનાં સારા માટે ઉઠાવેલા ઘણા પગલાઓમાંનું આ એક છે.

આ પણ વાંચો – OMG! / મોંઘવારીએ તોડી સામાન્ય નાગરિકોની કમર, હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો
તેમણે બીએમસીને તેના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ પાર્કિંગ સ્થળો પર ઇલેક્ટ્રિક વાહનો માટે વધુ ચાર્જિંગ સુવિધાઓ સ્થાપવા નિર્દેશ આપ્યો હતો. ઇલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, આપણે હવે પર્યાવરણને અનુકૂળ વાહનોની જરૂર છે. તેમણે કહ્યું, “ઇલેક્ટ્રિક વાહનોની વધારે સંખ્યા ધરાવતા વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. આ બાબતે વિગતવાર સર્વે થવો જોઈએ અને ચાર્જિંગ સ્ટેશન વધુને વધુ પાર્કિંગ સ્થળોએ ઉપલબ્ધ કરાવવું જોઈએ.” દેશમાં જૂના વાહનોને રિસાયકલ કરવા માટે સ્ક્રેપિંગ પોલિસી લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ 20 લાખથી વધુ વાહનોને સ્ક્રેપ જાહેર કરી શકાય છે. જો કે, રદ કરવાની નીતિ પર અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો છે, જેના આધારે રાજ્ય સરકારો પોતાની અલગ માર્ગદર્શિકા બહાર પાડી શકે છે.
