મલેશિયાના સુલતાને શુક્રવારે દેશના નવા વડા પ્રધાન તરીકે ઇસ્માઇલ સાબરી યાકૂબની નિમણૂક કરી છે.જે દેશના સૌથી લાંબા સમય સુધી કાર્યરત રાજકીય પક્ષની વાપસીને ચિહ્નિત કરે છે. સુલતાન અબ્દુલ્લા સુલ્તાન અહમદ શાહે કહ્યું કે ઇસ્માઇલને 114 સાંસદો એટલે કે બહુમતીનો ટેકો છે. તેમણે કહ્યું કે ઇસ્માઇલ શનિવારે મલેશિયાના નવમા વડા પ્રધાન તરીકે શપથ લેશે.ઇસ્માઇલ અગાઉ મુહિદ્દીન યાસીનની સરકારમાં નાયબ વડા પ્રધાન હતા. ગઠબંધનમાં લડાઈના કારણે બહુમતી ગુમાવ્યા બાદ યાસીને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ 18 મહિનાથી ઓછા સમય માટે દેશના વડાપ્રધાન હતા.
મુહિદ્દીનનું ગઠબંધન અકબંધ રાખવા માટે ઇસ્માઇલની નિમણૂક જરૂરી હતી. ઇસ્માઇલને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા બાદ યુનાઇટેડ મલેશિયા નેશનલ ઓર્ગેનાઇઝેશન (UMNO) દેશમાં ફરી સત્તા પર પરત ફર્યું છે. 1957 માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ, UMNO 2018 સુધી સત્તામાં રહ્યું. કરોડો રૂપિયાના આર્થિક મામલાને કારણે 2018 માં યોજાયેલી ચૂંટણીમાં તેમણે સત્તા ગુમાવવી પડી હતી.મલેશિયામાં સુલતાનની ભૂમિકા મહદઅંશે ઔપચારિક છે, પરંતુ તે એવી વ્યક્તિની નિમણૂક કરે છે જેને તેઓ માને છે કે તેમને સંસદમાં બહુમતી સમર્થન છે અને પ્રાંતના ગવર્નર તેમને આ પ્રકારની નિમણૂકો અંગે સલાહ આપી શકે છે. ઇસ્માઇલની ઉમેદવારીનો વિરોધ કરી રહેલા મલેશિયનોએ ઓનલાઇન અરજી શરૂ કરી છે, જે અત્યાર સુધીમાં 340,000 થી વધુ સહીઓ મેળવી ચૂકી છે. ઘણા માને છે કે ઇસ્માઇલની નિમણૂક યથાસ્થિતિ જાળવી રાખશે.
વિવાદ / તેજ પ્રતાપ કેમ ગુસ્સામાં માતા રાબડી દેવીના નિવાસ્થાનેથી નીકળ્યા..
