છોટાઉદેપુર/ દ્વારકાધીશ મંદિર બોડેલી માં નવરંગ હિંડોળા ના ભવ્ય દર્શનનો લાભ વૈષ્ણવજનોએ લીધો.

શ્રી દ્વારકાધીશ મંદિર, બોડેલીમાં નવરંગી હિંડોળે ઝુલતા શ્રી ઠાકોરજીના દર્શન અતિ ભવ્ય દિવ્ય અને અલૌકિક દર્શન નો લાભ લઇ બોડેલી,અલીપુરા અને ઢોકલીયા ના વૈષ્ણવો ધન્યતા અનુભવી હતી..

Gujarat Others

છોટાઉદેપુર જીલ્લા ના બોડેલીમા શ્રી દ્વારકાધીશ મંદિર સહિત બોડેલી સ્વામિનારાયણ મંદિર, ઢોકલીયા સ્વામિનારાયણ મંદિર તેમજ બોડેલીના શ્રી રામજી મંદિર ખાતે હિંડોળા ઉત્સવ અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ઉપરોક્ત વિવિધ નિજ મંદિરોમાં સુકો મેવો , શાકભાજી, લીલો મેવો, નાગરવેલના પાન, વિવિધતા સભર ફૂલ, તેમજ વિવિઘ રંગબેરંગી ઘટાઓ સાથેના વિવિધતાસભર સજાવટ સાથેનાં હિંડોળે ઝુલતા શ્રી ઠાકોરજીના દર્શન કરી વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા છે

પુષ્ટિમાર્ગીય હિંડોળા નું વિશેષ મહત્વ છે… શ્રી ઠાકોરજીના વિવિધ જિલ્લાઓમાં આ હિંડોળા ઉત્સવમાં પણ પ્રભુ કુંજ – નિકુંજ, વન- ઉપવનમાં હિંડોળે ઝુલીને વ્રજભક્તોને , ગોપીજનોને તથા અંતરંગ સખીઓને આનંદનું દાન કરે છે. આ સારસ્વત કલ્પ ની લીલાઓ આજે વર્તમાનમાં પણ થઈ રહી છે એટલે તો આજે પણ પુષ્ટિમાર્ગીય હવેલીઓ, મંદિરોમાં શ્રાવણ માસમાં વિવિધ કલાકૃતિ થી હિંડોળા સજાવટ કરી ને શ્રી ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે અને તેની સાથે કીર્તન મંડળો હિંડોળાના કિર્તનગાન કરી વાતાવરણને ભક્તિમય બનાવે છે ત્યારે બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ આ હિંડોળા ઉત્સવ ની ઉજવણી થઈ રહી છે અને અને તે હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે ત્યારે આજે શ્રી દ્વારકાધીશ મંદિર, બોડેલીમાં નવરંગી હિંડોળે ઝુલતા શ્રી ઠાકોરજીના દર્શન અતિ ભવ્ય દિવ્ય અને અલૌકિક દર્શન નો લાભ લઇ બોડેલી,અલીપુરા અને ઢોકલીયા ના વૈષ્ણવો ધન્યતા અનુભવી હતી..