Bollywood/ ટાઈગર 3 ના સેટ પરથી જોવા મળ્યો સલમાનનો ફર્સ્ટ લૂક, ઓળખવો પણ મુશ્કેલ થશે

આ લુકમાં સલમાન ખાનને ઓળખવો મુશ્કેલ છે, જેના કારણે આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

Entertainment

આ દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો વિશે જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે તો ઘણી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન સલમાન ખાન અને કેટરીના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ ચર્ચામાં  જોવા  મળી  છે. આ ફિલ્મ વિશે ઘણી અટકળો ચાલી રહી છે અને હવે સલમાન ખાનનો ધમાકેદાર લુક ‘ટાઇગર 3’ના સેટ પરથી લીક થયો છે. લાંબી દાઢી અને તદ્દન અલગ ડ્રેસ અપ સાથે તમે આ લુકમાં સલમાનને ઓળખી શકશો નહીં. સલમાનનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ ટાઈગર 3 ના શૂટિંગ માટે રશિયામાં છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, જ્યારે આ દરમિયાન આવતીકાલના શેડ્યૂલમાં સલમાન ખાનની પહેલી તસવીર લીક થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનનો ફર્સ્ટ લુક શેર થયો છે. જેમાં સલમાન ખાન લાંબા વાળ દાઢી સાથે અલગ લૂકમાં જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/CS1-5fwsJ-Y/?utm_source=ig_web_copy_link

આ લુકમાં સલમાન ખાનને ઓળખવો મુશ્કેલ છે, જેના કારણે આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. સલમાન રશિયામાં તેના ઘણા ચાહકો સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યો છે. જોકે હવે બધા કેટરીના કૈફના ફર્સ્ટ લુકની રાહ જોઈ રહ્યા છે, ચાહકો બંનેને સાથે જોવા માટે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.