કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ હરિયાણામાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જની ટીકા કરી છે. લાઠીચાર્જ દરમિયાન ઈજાગ્રસ્ત ખેડૂતની તસવીર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા, એકવાર ફરી લોહી વહ્યુ છે ખેડૂતનું, શરમથી માંથુ નમી ગયુ છે હિન્દુસ્તાનનું.
https://twitter.com/RahulGandhi/status/1431571975256821763?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1431571975256821763%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Findia%2Frahul-gandhi-hits-against-bjp-for-lathicharge-against-protesting-farmers-636120.html
આ પણ વાંચો – Tokyo Paralympics / ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video
આપને જણાવી દઈએ કે, શનિવારે ખેડૂતો કરનાલ તરફ કૂચ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા ખેડૂતો ભાજપની બેઠક સામે સભા સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે આ બેઠકમાં હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનકર હાજર હતા. પરંતુ આ દરમિયાન જ્યારે પોલીસે હાઈવે પર ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપ છે કે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં 10 ખેડૂતો ઘાયલ થયા હતા. જેને લઇને રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા આ ટ્વીટ કર્યુ હતુ. આંદોલનકારીઓ કરનાલથી લગભગ 15 કિલોમીટર દૂર બસ્તારા ટોલ પ્લાઝા પર હાજર હતા, જ્યાં લાઠીચાર્જમાં 8-10 ખેડૂતો ઘાયલ થયા હતા. જો કે, પોલીસનું કહેવું છે કે અમે હળવો બળ વાપર્યો છે જેથી હાઇવે બ્લોક કરનારા પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવી શકાય અને ટ્રાફિકને સરળતાથી ચલાવી શકાય. પોલીસની કાર્યવાહીની ટીકા કરતા ભારતીય ખેડૂત સંઘનાં નેતા ગુરનામ સિંહ ચઢ્ઢૂની આ કાર્યવાહી સામે આવ્યા અને તમામ રાજમાર્ગો બ્લોક કરી દીધા.
આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / પેન્ટાગોને કર્યો દાવો, અમેરિકી ડ્રોન હુમલામાં બે હાઇ પ્રોફાઇલ ISIS-K આતંકવાદીઓ માર્યા ગયા
હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડાએ પણ પોલીસની કાર્યવાહીની ટીકા કરતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને ઘાયલ ખેડૂતોની તસવીર શેર કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, “કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જ માત્ર બિન લોકતાંત્રિક જ નહીં પણ અમાનવીય પણ છે. અમે તેની નિંદા કરીએ છીએ. લોકશાહીમાં દરેકને પોતાનો વિરોધ નોંધાવવાનો બંધારણીય અધિકાર છે. સરકાર લાકડીઓ અને ગોળીઓથી નથી ચાલતી, સરકાર લોકોનાં દિલ જીતીને ચાલે છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનાં સંગઠનોએ ખેડૂતો પર લાઠીચાર્જને કારણે સમગ્ર રાજ્યમાં મુખ્ય રસ્તાઓ બંધ કરવાની હાકલ કરી હતી, ત્યારબાદ હજારો ખેડૂતોએ વિવિધ સ્થળોએ જામ કરવાનું શરૂ કર્યું હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ ખેડૂતો દ્વારા નાકાબંધીને કારણે ટ્રાફિકને ભારે અસર થઈ હતી. બીજી તરફ, હરિયાણા રાજ્યમાં વિપક્ષે આ સ્થિતિને લઈને સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો.
