USA News/ અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટ્રકે કચડી નાખ્યાઃ 10ના મોત, 35 ઘાયલ; હુમલાખોરે ફાયરિંગ પણ કર્યું હતું

Usa News : 1 જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચલાવી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 35 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે બની હતી. આ સમયે ન્યૂ ઓર્લિયન્સમાં રાતના 3:15 વાગ્યા હતા. શહેરની […]

Top Stories World

Usa News : 1 જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચલાવી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 35 લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે બની હતી. આ સમયે ન્યૂ ઓર્લિયન્સમાં રાતના 3:15 વાગ્યા હતા. શહેરની સૌથી વ્યસ્ત બોર્બન સ્ટ્રીટ પર હજારો લોકો ઉજવણી કરી રહ્યા હતા. અચાનક એક વાહન ભીડને કચડીને આગળ વધ્યું.

અથડામણ બાદ નાસભાગ મચી ગઈ હતી. અથડામણ બાદ ઘણા લોકો નીચે પડી ગયા હતા. આ પછી એક વ્યક્તિ તેમાંથી નીચે ઉતર્યો. તેણે લોકો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પોલીસ ફોર્સે પણ ફાયરિંગ કરવું પડ્યું. એનબીસી ન્યૂઝ અનુસાર હુમલાખોરનું મોત થઈ ગયું છે.

એબીસી ન્યૂઝે પોલીસ પ્રવક્તાને ટાંકીને કહ્યું કે એવું લાગે છે કે હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ નવા વર્ષની ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ઘાયલોને શહેરની 5 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલો માંગી, શું ભારત માટે સમષ્યા વધી ?

આ પણ વાંચો: મનમોહન સિંહના નિધનથી પાકિસ્તાન સ્થિત પૈતૃક ગામમાં પણ શોકનો માહોલ

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં TTPના અનેક ઠેકાણાઓ પર પાકિસ્તાનના હુમલા : મૃતક આંક 15થી વધીને 46