Not Set/ BJPની મુશ્કેલીઓમાં થયો વધારો, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ફરી આપ્યુ વિવાદિત નિવેદન, ગોડસેને કહ્યો દેશભક્ત

ભોપાલથી ભાજપની ઉમેદવાર અને માલેગાવ બ્લાસ્ટ મામલામાં જામીન પર બહાર આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આજે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. પહેલા જ ભાજપ માટે મુસિબત બની ગયેલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ વખતે પોતાના નિવેદનમાં ગાંધીજીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા છે. માલેગાવ બ્લાસ્ટ મામલામાં જામીન પર બહાર આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી ભાજપની […]

Top Stories India

ભોપાલથી ભાજપની ઉમેદવાર અને માલેગાવ બ્લાસ્ટ મામલામાં જામીન પર બહાર આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આજે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. પહેલા જ ભાજપ માટે મુસિબત બની ગયેલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ વખતે પોતાના નિવેદનમાં ગાંધીજીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા છે.

માલેગાવ બ્લાસ્ટ મામલામાં જામીન પર બહાર આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી ભાજપની ઉમેદવાર બન્યા બાદ સતત વિવાદિત નિવેદન આપી રહી છે. તેટલુ જ નહી પણ તેના વિવાદિત નિવેદનને ખુદ પીએમ પણ વખોડી રહ્યા નથી. આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા અભિનેતા કમલ હસને પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, નાથૂરામ ગોડસે દેશનો પ્રથમ હિન્દુ આતંકી હતો.

કમલ હસનનાં આ નિવેદન પર આજે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, નાથૂરામ ગોડસે દેશભક્ત હતો, દેશભક્ત છે અને દેશભક્ત જ રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પહેલા પોતાની અંદર ઝાંખીને જુવે. આવા લોકોને જનતા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ ખુદને અલગ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભાજપ પ્રવક્તા જી વી એલ નરસિમ્હાએ કહ્યુ કે, ભાજપ સાધ્વીનાં આ નિવેદનથી સહમત નથી. તેમણે પોતાના નિવેદન પર માંફી માંગવી જોઇએ.