IPL 14/ શ્રેયસ ઐયર IPL નાં બીજા તબક્કામાં રમવા માટે ફીટ, છતા નહી મળે દિલ્હીની કેપ્ટનશીપ

દિલ્હી કેપિટલ્સનો ધમાકેદાર બેટ્સમેન શ્રેયસ ઐયર IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમતો જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સીઝનમાં DC એ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

Sports

દિલ્હી કેપિટલ્સનો ધમાકેદાર બેટ્સમેન શ્રેયસ ઐયર IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમતો જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સીઝનમાં DC એ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આઈપીએલ 2021 પહેલા અય્યરને ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તે સમગ્ર સીઝન માટે બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, તેની ગેરહાજરીમાં, રિષભ પંતને ટીમનાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ટોક્યો પેરાલિમ્પિક્સ / એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે ભારતનો સપાટો, સુમિત અંટિલએ જીત્યો ગોલ્ડ મેડલ

આઈપીએલ 2021 નાં ​​સસ્પેન્શન પહેલા, રિષભ પંતનાં નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સની ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને 8 માંથી 6 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી. હવે શ્રેયસ અય્યરનાં પરત ફર્યા બાદ એ જ સવાલો ઉઠી રહ્યા છે કે યુએઈમાં રમાનારા બીજા ચરણમાં ટીમની કમાન કોને સોંપવામાં આવશે. દરમિયાન, સુત્રો તરફથી મળી રહેલી માહિતી અનુસાર, શ્રેયસ ઐયર ટીમ નો ભાગ જરૂર હશે, પરંતુ પંત ​​ટીમની કેપ્ટનશીપ સંભાળશે. એક સૂત્રએ કહ્યું, “સારા સમાચાર છે કે શ્રેયસ અય્યર ફિટ છે અને એક્શનમાં પરત ફરવા માટે તૈયાર છે. જો કે, એવું માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ અય્યરને ઈજામાંથી બહાર આવવા માટે વધુ સમય આપવા માંગે છે અને તેથી તેઓએ આઈપીએલ 2021 નાં ​​બીજા ભાગમાં પણ પંતને ટીમનાં કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. પંત માત્ર IPL 2021 માટે ટીમની કેપ્ટનશિપ કરશે. આ સિઝનનાં બાકીનાં સમય માટે કેપ્ટનમાં કોઈ ફેરફાર થશે નહીં. વળી ખભાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ શ્રેયસ અય્યરે રવિવારે કહ્યું કે, તે ક્રિકેટ મેદાનમાં પરત ફરવા માટે ઉત્સાહિત છે. 26 વર્ષીય ઐયરે સ્વીકાર્યું હતું કે ખભાની ઈજા અને ત્યારબાદનાં રીકવરીનો સમયગાળો મુશ્કેલ હતો. મિડલ ઓર્ડર બેટ્સમેને કહ્યું હતું કે, “સાચું કહું તો, આ ક્ષણે હું અદભૂત અનુભવ કરી રહ્યો છું. હું થોડો હતાશ હતો, મને બરાબર ખબર નહોતી કે શું કરવું. હું ડ્રેસિંગ રૂમમાં ગયો અને રડવા લાગ્યો. તેને પચાવવામાં મને થોડો સમય લાગ્યો, પછી વિચાર્યુ કે હા, આખરે તમારે આ બધામાંથી પસાર થવું પડશે.

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ ટીમમાં ફેરફાર, બટલર થયો સીરીઝથી બહાર, આ ઓલરાઉન્ડર લેશે જગ્યા

આપને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સનાં ખેલાડીઓ યુએઈ પહોંચી ગયા છે અને તેઓએ પોતાનું ક્વોરેન્ટાઈન પૂર્ણ કર્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વળી, શ્રેયસ અય્યર પણ ટીમમાં જોડાયો છે, જે ટીમ પહેલા યુએઈ પહોંચ્યો હતો. તેણે ટીમ સાથે તાલીમ પણ શરૂ કરી દીધી છે.