વરસાદ/ પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમીની સાંજે સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

શહેરા નગર અને તાલુકામાં પણ મેઘરાજાએ મેઘ મહેર કરી હતી. પાછલા કેટલાક દિવસથી હાથતાળી આપી ગયેલા વરસાદે પુન: એન્ટ્રી કરતા તાલુકા વાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

Gujarat Trending
પંચમહાલ

પંચમહાલ જિલ્લાના શહેરા નગર અને તાલુકામાં જન્માષ્ટમીની સાંજથી મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અને ખેતીના સુકાઈ ગયેલા પાકને જીવતદાન મળ્યું હતું.જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જાણે મહેરબાન થયા હોય તેમ વરસાદ પડ્યો હતો.

ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવી હતી. પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની સવારી વીજળીના કડાકા-ભડાકા સાથે આવી પહોંચી હતી. શહેરા નગર અને તાલુકામાં પણ મેઘરાજાએ મેઘ મહેર કરી હતી. પાછલા કેટલાક દિવસથી હાથતાળી આપી ગયેલા વરસાદે પુન: એન્ટ્રી કરતા તાલુકા વાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

પંચમહાલ

વરસાદ આવતા જનજીવન તમામ ખેતીના પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારમા લાઈટો ડૂલ થઈ ગઈ હતી.