Not Set/ તાલિબાનોએ કહ્યું કે કોઇપણ દેશ હુમલો કરવાની ભૂલ ન કરે,અફઘાનિસ્તાન માટે બનાવ્યો ભાવિ રોડમેપ

દેશમાં અસલામતીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. હવે લોકો અર્થતંત્રને લઈને ચિંતિત છે. ઇસ્લામિક અમીરાતની આગેવાની હેઠળ ભાવિ રોડમેપ તૈયાર છે

Top Stories

અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા  બાદ તાલિબાને મંગળવારે કહ્યું હતું કે કોઈ પણ દેશે હુમલાની ભૂલ ન કરવી જોઈએ. તાલિબાને કહ્યું કે કોઈ પણ દેશે અફઘાનિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પરત ફરવાની  ઉજવણી કરવા માટે કાબુલમાં એક કાર્યક્રમમાં તાલિબાનની રાજકીય કાર્યાલયના સભ્ય આમુલ્લા સામંગાનીએ અફઘાનોને દેશ છોડવાની નહીં પણ દેશનું પુનનિર્માણ કરવા  માટે તેમની સાથે કામ કરવા વિનંતી કરી હતી.

તેણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં અસલામતીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. હવે લોકો અર્થતંત્રને લઈને ચિંતિત છે. ઇસ્લામિક અમીરાતની આગેવાની હેઠળ અફઘાનિસ્તાનની આગામી સરકાર આ ક્ષેત્રના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.તાલિબાને અમેરિકી સૈનિકોના ગયાના કલાકો બાદ કાબુલ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કહ્યું હતું કે વિજય તમામ અફઘાનની છે. ઉલ્લેખનીય છે  કે અફઘાનિસ્તાનથી તેના તમામ સૈનિકોને પરત બોલાવી  લીધા પછી, રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે જાહેરાત કરી હતી કે અમેરિકાએ યુદ્ધગ્રસ્ત દેશમાં સૌથી લાંબુ યુદ્ધ સમાપ્ત કર્યું છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોના સંપૂર્ણ પરત ફર્યા બાદ તાલિબાનોએ કાબુલના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે. છેલ્લું વિમાન અમેરિકી દળોને લઈને સોમવારે મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનથી રવાના થયું હતું, જે નિર્ધારિત સમયથી એક દિવસ આગળ હતું. આમ 20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો.