રાજકોટ/ એસ.ટી ડિવિઝનને જન્માષ્ટમી ફળી, 50 લાખથી વધુની આવક થઇ

અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરો ઉપરાંત દ્વારકા, દિવ, સોમનાથ અને સુરેન્દ્રનગર તથા કચ્છનાં માતાના મઢ જવા માટે પણ એસટી બસોમાં ભરચક્ક ટ્રાફિ.

Gujarat Rajkot

દર વર્ષની જેમ  આ વર્ષે પણ રાજય માં   રાજકોટ માં  એસ.ટી ડીવીઝનની આવકમાં જન્માષ્ટમીમેં ને લઈને રેકોર્ડબ્રેક આવક થઈ છે. લાખો લોકો  છેલ્લા 2 વર્ષથી  કોરોનાના કહેર ને લીધે  બારે ક્યાય જી શકતા નહતા . જે અંતર્ગત હવે કોરોના  કેસ ઘટતા લોકો  આ રજાઓમાં  સાતમ-આઠમના પર્વ પર તીર્થસ્થાનો પર ફરવા જવાનું નક્કી કર્યું હતું. આઠમના એક જ દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને 50 લાખની આવક થઇ  હોવાનું જાણવા  મળ્યું છે . આ માટે એસટી વિભાગ દ્વારા તીર્થસ્થાનોના રૂટ પર એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી.

આ પણ વાંચો :રેડીમેડનો શો રૂમ ધરાવતા વેપારીનો ગળે ફાંસો ખાઈ સજોડે આપઘાત

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષાથી અનેક લોકો ઘરની બહાર નીકળ્યા ન હતાં. ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના દિવસો સાથે જાહેર રજાઓની ગોઠવણ થઈ જતાં બહારગામ રહેતા અનેક નોકરિયાતો, ધંધાર્થીઓ પોતાના વતન તેમજ ફરવા આવી પહોંચ્યા હતાં. આ સાથે ચોટીલા, દ્વારકા, દીવ અને સોમનાથ સહિતના હરવા-ફરવાના સ્થળોએ ફરવા જતા અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ મુસાફરો માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 50 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.

આ પણ વાંચો :સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાતનું અપહરણ, ઘટનાને લઈ મચ્યો ચકચાર

અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરો ઉપરાંત દ્વારકા, દિવ, સોમનાથ અને સુરેન્દ્રનગર તથા કચ્છનાં માતાના મઢ જવા માટે પણ એસટી બસોમાં ભરચક્ક ટ્રાફિક જોવા મળ્યો હતો.હજુ આ અઠવાડિયા સુધી એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. રાજકોટ સહિત રાજ્યભરનાં તમામ સ્થળોએ એસટી ડેપોમાં બે વર્ષ બાદ ભારે ભીડ જોવા મળી છે.