રોમ સ્થિતિ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ 3.9 કરોડ લોકોની વસતીવાળા અફઘાનિસ્તાનમાં 1.4 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. અમેરિકા તેમજ યુરોપિય દેશોએ સહાય બંધ કરી દેતા અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ કફોડી બની શકે છે.
અમેરિકન અને નાટો દળોની વિદાય અફઘાનિસ્તાનમાં એવા સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આ સંદર્ભમાં ચેતવણી આપતા કહ્યું કે, અફઘાનિસ્તાનમાં આ મહિના પછી ભયાનક ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. અફઘાનિસ્તાન જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા ત્યાં અનાજની ભયંકર અછત પેદા થઈ શકે છે.
સ્થાનિક માનવીય સમન્વયક રમીઝ અલાકબારોવે કહ્યું કે દેશની એક તૃતિયાંશ વસ્તી ખાદ્ય અસલામતીનો સામનો કરી રહી છે. રોમ સ્થિતિ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ 3.9 કરોડ લોકોની વસ્તીવાળા દેશમાં 1.4 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ત્રણ વર્ષમાં બીજી વખત દુષ્કાળ જેવી સ્થિતિ છે. ત્યારે અફઘાનિસ્તાનમાં 20 લાખ બાળકો કુપોષણનો ભોગ બનેલા છે.
અમેરિકન સૈનિકોની વિદાય પહેલાં જ બંદૂકની અણીએ તાલિબાનોએ લગભગ આખા દેશ પર કબજો કરી લીધો હતો. પરિણામે અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોએ અફઘાનિસ્તાનને અપાતી આર્થિક સહાય પણ બંધ કરી દીધી હતી.
- એક તૃતિયાંશ વસ્તી ખાદ્ય અસલામતીના ભરડામાં
- રોમ સ્થિતિ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો રિપોર્ટ
- 4 કરોડ લોકો કરી રહ્યા છે ભૂખમરાનો સામનો
- ત્રણ વર્ષમાં બીજી વખત દુષ્કાળ જેવી સ્થિતિ
- 20 લાખ જેટલાં બાળકો બન્યા કુપોષણનો ભોગ
તાલિબાનો માટે દેશવાસીઓ માટે અનાજની સમસ્યા ઉપરાંત સરકારી કર્મચારીઓના પગારની પણ સમસ્યા છે. તાલિબાનોના આગમનને કારણે દેશનું ચલણ પણ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. બેંકોના એટીએમ પણ ખાલી થઈ ગયા છે. આવી સ્થિતિમાં તાલિબાનો માટે શાસન કરવા માટે દેશને ભૂખમરા અને આર્થિક કંગાળિયતમાંથી બહાર કાઢવો એ સૌથી મોટો પડકાર બની રહેશે.
તાલિબાનના સંકટ વચ્ચે / પંજશીર ઘાટીનું યુદ્ધ તીવ્ર તાલિબાન-અલ-કાયદાની સાથે
