વડોદરાના માંજલપુરમાં મહેસાણા અર્બન કો – ઓપરેટીવ બેન્કની શાખાનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના બીજા નબંરની સૌથી મોટી સહકારી બેન્કની 58મી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બેંકમાં 2000 જેટલા લોકરની સુવિધા છે.દેશમાં 10માં નંબરની સૌથી મોટી સહકાર બેંક મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક છે.
નીતિન પટેલે કહ્યુંકે મહેસાણા અર્બન બેંક ગુજરાતના સહકારી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક છે. જેની 58મી શાખાનો પ્રારંભ થયો છે જે ગૌરવની વાત છે. મહેસાણા અર્બન બેંક વડોદરાના વિકાસ માટે નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને વેપારીઓને પોતાનો ધંધો રોજગાર વિકસાવવા ખૂબ જ સરળતાથી ઓછા વ્યાજે લોન ધિરાણ ઉપલબ્ધ કરાવશે.
આ પણ વાંચો :રાજય માં છેલ્લા ૨૪ કલાક માં કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા
તેમણે કહ્યું કે મહેસાણા અર્બન બેંક સમગ્ર દેશમાં દસમા નંબરનું સ્થાન ધરાવે છે.આ બેંક રૂ.6614 કરોડની ડિપોઝિટ, રૂ.4606 કરોડના ધિરાણ સાથે રૂ.11320 કરોડનું ટર્ન ઓવર કરે છે. માર્ચ-2021 અંતિત બેન્કે રૂ.207 કરોડનો ગ્રોસ નફો કર્યો છે.
તેમણે ઉમેર્યું કે કોરોના મહામારીમાં રાજ્યમાં ધંધા ઉદ્યોગ ઠપ્પ હતા. ત્યારે રાજ્ય સરકારની વ્યાજ સહાયની શરૂઆત આ બેંક દ્વારા કરવામાં આવી હતી એટલુ જ નહિ નાના વેપારીઓ, કારીગર વર્ગને ઓછા વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :મોઢેરાનું સૂર્યમંદિર પણ હવે સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગતું જોવા મળશે
મહેસાણા અર્બન બેંક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા જૂથોને આર્થિક રીતે પગભર કરવા સરકારની યોજના હેઠળ શૂન્ય ટકાએ ધિરાણ પણ આપવામાં ખૂબ અગ્રેસર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અહીં, મીડિયા સાથેની વાતચીતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની બાબતે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
તો બરોડા ડેરીમાં દૂધ આપનાર પશુપાલકો સાથે અન્યાય મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સહકાર મંત્રીને લખેલ પત્ર અંગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓનું ઓડિટે સમય થતું જ હોય છે પરંતુ જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તે મંત્રાલય તે દિશામાં કાર્યવાહી કરશે.
આ પણ વાંચો :કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન અપાશે
તો ગુજરાતમાં દારૂબંધી અંગેના સવાલ પર જવાબ આપતા જણાવ્યું હતું કે ટેક્સની આવક ન થાય તો વાંધો નહીં પરંતુ ગાંધી અને સરદારના ગુજરાતમાં કોઈ દિવસ દારૂબંધી હટશે નહીં તેમ જણાવ્યું .
આ અવસરે બેન્કના સ્થાપક ચેરમેન ચંદુભાઈ પટેલ, સ્થાપક મેનેજીંગ ડિરેક્ટર ખોડાભાઈ પટેલ,પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, અગ્રણી વિજય શાહ, ડો.હિતેન્દ્ર પટેલ, મહાનગરપાલિકાના નગર સેવકો, ડિરેક્ટરો, સભાસદો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : આણંદના ઉમરેઠમાં મકાનમાં ગેસની બોટલ ફાટતાં 6 લોકો ઇજાગ્રસ્ત
