ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. જ્યાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15000 રન પૂરા કરવાનો ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આપને જણાવી દઈએ કે, ઈંગ્લિશ ટીમ ભારતનાં 191 રનની સામે 290 નાં સ્કોર પર સમેટાઈ ગઈ હતી. 99 રને પાછળ રહી ગયા બાદ રોહિત શર્મા અને કેએલ રાહુલે બીજી ઇનિંગમાં ભારત માટે ધીમી શરૂઆત કરી હતી.
આ પણ વાંચો – IND vs ENG / મેદાનમાં ફરી દોડી આવ્યો ક્રિકેટ ફેન Jarvo, બોલિંગ કરતા જોની બેયરસ્ટો સાથે અથડાયો, Video
ભારતનાં દિગ્ગજ ઓપનર રોહિત શર્માએ આ ઈનિંગમાં 11 રન ફટકારીને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 15,000 રનનો સીમાચિહ્ન સ્પર્શ કર્યો છે. તે આવું કરનાર ભારતનો આઠમો ખેલાડી બની ગયો છે. તેને અહીં પહોંચવામાં 381 મેચની 397 ઇનિંગ લાગી છે. આ દરમિયાન તેના બેટમાંથી 40 સદી 79 અડધી સદી નિકળી હતી. આ રોહિતની 43 મી ટેસ્ટ મેચ છે, જ્યાં તેણે 7 સદી સાથે 296 રન બનાવ્યા છે. વળી, 227 વનડે રમ્યા બાદ, તેના ખાતામાં 9205 રન સહિત 29 સદી છે. આ સિવાય રોહિતે 111 ટી 20 મેચમાં 4 સદીની મદદથી 2864 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 15 હજાર રન પૂરા કરનાર રોહિત આઠમો ભારતીય છે. આ ખાસ યાદીમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ અઝહરુદ્દીન હાજર છે જેમણે તેમના આંતરરાષ્ટ્રીય જીવનમાં 15000 રન પૂરા કરી લીધા છે.
Milestone 🔓 – @ImRo45 breaches the 15K run mark in International Cricket.#TeamIndia pic.twitter.com/st5U454GS6
— BCCI (@BCCI) September 3, 2021
આ પણ વાંચો – IND vs ENG / એન્ડરસને એવો રેકોર્ડ બનાવ્યો જે દુનિયાનાં દિગ્ગજ બેટ્સમેન પણ નથી બનાવી શક્યા
ભારતનાં ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે કેનિંગ્ટન ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી છે. પ્રથમ ઇનિંગમાં ભારતનાં 191 રનનાં જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 290 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ દરમિયાન બેઝ પર 99 રનની નિર્ણાયક લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ ક્રિસ વોક્સનાં રૂપમાં પડી હતી, જે 50 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો. એન્ડરસન ઈંગ્લેન્ડ તરફથી એક રન પર અણનમ રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 191 રન બનાવ્યા જેમા ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને વિરાટ કોહલીએ પચાસ રન બનાવ્યા હતા. તેના સિવાય, ભારતીય બેટ્સમેનોમાંથી કોઈ પણ લાંબા સમય સુધી ક્રિઝ પર રહી શક્યું ન હતું. અત્યારે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1ની બરાબરી પર છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતે સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પરંતુ લીડ્ઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ્સ અને 76 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી અને સીરીઝ 1-1થી બરાબર કરી હતી.
