અવસાન/ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સદાનંદ સિંહનું લાંબી બિમારી બાદ નિધન

76 વર્ષીય સદાનંદ સિંહ લાંબા સમયથી બીમાર હતા, સદાનંદ સિંહ લીવર સિરોસિસથી પીડાતા હતા. જે બાદ તેમને સારવાર માટે ક્યુરિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories India

બિહાર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને નવ વખત ધારાસભ્ય અને ઘણીવાર મંત્રી અને વિધાનસભાનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સદાનંદ સિંહનું બુધવારે નિધન થયું છે. દાનાપુરમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. સદાનંદ સિંહનાં નિધનથી બિહારનાં રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો – NEW FEATURE / WhatsApp માં ‘Money Heist’ના શાનદાર સ્ટીકર આવ્યાં, પ્રોફેસરથી લઈ ટોક્યો સુધી બધા જોવા મળશે તમારી ચેટમાં

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સદાનંદ સિંહનું નિધન થયું છે. 8 સપ્ટેમ્બરનાં રોજ સદાનંદ સિંહે પટનાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 76 વર્ષીય સદાનંદ સિંહ લાંબા સમયથી બીમાર હતા. સદાનંદ સિંહ લીવર સિરોસિસથી પીડાતા હતા. જે બાદ તેમને સારવાર માટે ક્યુરિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદાનંદ સિંહ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હતા. તેમના નિધનને કારણે રાજકારણનાં કોરિડોરમાં શોકનું મોજું ફેલાયું છે. બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સદાનંદ સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પણ સદાનંદનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. માંઝીએ કહ્યું કે, સદાનંદ બાબુનાં નિધનથી બિહારનાં રાજકારણમાં એક ખાલીપો છોડી દીધો છે જે ક્યારેય ભરાશે નહીં.

આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ / સુવેન્દુ અધિકારીની મુશ્કેલીઓ વધી શકે છે, મમતા સરકારે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો સંપર્ક કર્યો

બિહારનાં વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવે પણ સદાનંદ બાબુનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, બિહાર કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી શ્રી સદાનંદ સિંહજીનાં નિધન પર હું મારી ઉંડો શોક વ્યક્ત કરું છું. તેમને લાંબો સામાજિક-રાજકીય અનુભવ હતો. તેઓ કુશળ રાજકારણી હતા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારનાં સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અહીં સદાનંદનાં પુત્ર સુભાનંદે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપેક્ષા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, સુભાનંદે કહ્યું કે જ્યારે તેમના પિતાને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમણે પિતાની ગંભીર સ્થિતિ અંગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણ કરી હતી. પરંતુ સમાચાર મળ્યા પછી પણ તે લોકો પિતાને જોવા આવ્યા ન હોતા.