નિધન/ લશ્કરી પરિક્ષણ દરમિયાન એક વ્યક્તિને બચાવવ જતાં રશિયાના કટોકટી મંત્રીનું મોત

રશિયાના કટોકટી મંત્રી યેવજગિની ઝીનીચેવનું અભ્યાસ દરમિયાન એક વ્યક્તિનું જીવન બચાવતી વખતે તેમનું  મૃત્યુ થયું છે

Top Stories
રશિયાના

રશિયાના કટોકટી મંત્રી યેવજગિની ઝીનીચેવનું અભ્યાસ દરમિયાન એક વ્યક્તિનું જીવન બચાવતી વખતે તેમનું  મૃત્યુ થયું. તે આર્કટિકમાં વ્યૂહાત્મક રણનીતિના પરિક્ષણ માટે ભાગ લઈ રહ્યા હતા. રશિયાની ન્યૂઝ એજન્સીએ બુધવારે મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે ,આર્કટિકમાં  આંતર -વિભાગીય પરીક્ષણ દરમિયાન ઝીનીચેવનું દુ: ખદ અવસાન થયું છે.  તેમણે છેલ્લી ક્ષણ સુધી પોતાની ફરજો નિભાવી હતી.

રશિયન રાજ્ય સંચાલિત આરટી ન્યૂઝ બ્રોડકાસ્ટરના મુખ્ય સંપાદક માર્ગારીતા સિમોન્યાને જણાવ્યું હતું કે ઝિનીચેવ એક કેમેરામેનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા  જે લપસી ગયા હતા અને પાણીમાં પડી ગયા હતા.

Russian Emergency Minister Zinichev dies while saving a person’s life during drills: Russian media

— ANI (@ANI) September 8, 2021

સિમોન્યાને ટ્વિટ કર્યું, “ઘણા બધા સાક્ષીઓ હતા, પરંતુ શું થયું તે જાણવાનો સમય પણ કોઈની પાસે નહોતો કારણ કે ઝિનીચેવ લપસી ગયેલા માણસને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા  અને  પથ્થર પર પડ્યા હતા

 સ્થાનિક મીડિયા અનુસાર, આર્ક્ટિકમાં લશ્કરી પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું  અને તેના શુંટિંગ માટે  કેમેરામેનને બોલાવવામાં આવ્યો હતો. શૂટિંગ દરમિયાન કેમેરામેનનો પગ લપસી ગયો અને તે પાણીમાં પડી ગયો. રશિયાના કટોકટી મંત્રી યેવજગિનિ જીનીચેવ કેમેરામેનને બચાવવા માટે કૂદી પડ્યા. આ દરમિયાન કેમેરામેન બચી ગયો પરંતુ જીનીચેવનું મોત થયું હતું.

અફઘાનિસ્તાન / તાલીબનીઓમાં સત્તાનો સંઘર્ષ ચરમસીમાએ, મુલ્લા અબ્દુલ ગની બરાદર ઘાયલ

અફઘાનિસ્તાનની નવી સરકાર / તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા

અફઘાનિસ્તાન / તાલિબાન પ્રત્યે ફારૂક અબ્દુલ્લાનો પ્રેમ બહાર આવ્યો, કહ્યુ- સુશાસનની છે આશા

બ્રેકિંગ ન્યૂઝ / રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોનાં કામનાં કલાકો વધારવા મામલે લીધો U-Turn..

તાનાશાહી શરૂ! / અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય