Not Set/ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરને થઈ આટલી આવક…

બાર જયોતિલીંગમાં પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૧માં કુલ આવક  ૭ કરોડ ૯૯ લાખની આવક થયાનું નોંધાયું છે.

Gujarat Others

રાજય માં શ્રાવણ માસનો ખુબ મોટો મહિમા હોય છે . લોકો  શ્રાવણ માસમાં   ભગવાન શિવ ની પૂજા  કરે છે . તેમજ ;લાખો શ્ર્દ્ધલુંઓ  સોમનાથ મદિર માં  જઈને  અર્શીવાર્દ લે છે . ત્યારે આ વખતે પણ  પાવનકારી શ્રાવણમાસમાં શિવભકતોએ પૂર્ણ ભકિતભાવ સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની તિજોરીણ છલકાવી દીધી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરને ૮ કરોડ આવક થઇ છે .  મંદિર માં ગત વર્ષ કરતા પાંચ ગણી વધુ આવક થઈ છે. 

બાર જયોતિલીંગમાં પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૧માં કુલ આવક  ૭ કરોડ ૯૯ લાખની આવક થયાનું નોંધાયું છે. જેમાં ભાવિકોની વિવિધ ભાવપૂજાઓ ધજારોહણો અતિથિગૃહો દાનપેટીઓ અને શિવભકતોના દાન સહયોગથી ભગવાન ભોળાનાથને આ સર્મપિત થયું. કોરોના સંક્રમીત ગતવર્ષ ૨૦૨૦ શ્રાવણ માસમાં ૧.૩૦ કરોડની આવક હતી.

જયારે ૨૦૧૯ શ્રાવણ માસમાં ૫.૯૦ કરોડ વિવિધ  સ્વરૂપ થઈ હતી. યાત્રીકો પ્રવાસીઓમાં કોરોના મહામારી કે સંભવિત ત્રીજી લહેર કારણે આ વર્ષે રાજયભરનાં યાત્રીકોઓએ સોમનાથ મહાદેવમાં અતૂટ શ્રધ્ધા અને દૂરના રાજયોમાં યાત્રાને બદલે સોમનાથ પસંદગી ઉતારી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીએ પવિત્ર શ્રાવણ માસમાં ગોઠવેલી વ્યવસ્થાઓ જેમાં યાત્રીકોમાં બેસેલ વિશ્ર્વાસ-શ્રધ્ધા અને દર્શનીય સ્થળ તરીકેની સ્વીકૃષિ વધુ માનવ મહેરામણથી મળી અને શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ દરરોજના અંદાજે ૧૫ થી ૨૦ હજાર દર્શનાર્થી આવતા જ રહે છે. ખાસ કરીને શની-રવિ-સોમ વધુ ભાવિકો ઉમટે છે.