ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ 7મી ઓગસ્ટ,2016 ના દિવસે શપથ લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ તેમને દિલ્હીથી હાઈકમાન્ડનું તેડું આવતાં રાજીનામું આપવાની ફરજ પડી છે. 11મી સપ્ટેમ્બરના રોજ સરદારધામના લોકાર્પણ બાદ તેઓ અચાનક સીધા જ રાજભવન ખાતે પહોંચ્યા હતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું. અચાનક આપવામાં આવેલા સંવેદનશીલ,સૌમ્ય તથા સરળ સ્વભાવ ધરાવતાં રાજીનામાંથી ગુજરાતના રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે.
આ તબક્કે ગુજરાતના કયા મુખ્યમંત્રીએ કેટલા વર્ષ રાજ કર્યું તેમની રસપ્રદ વિગતો જાણવી જ રહી. 1લી મે,1960ના રોજ ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી 16 મુખ્યમંત્રીઓ ગાંધીનગરની ગાદી પર આવીને ગયા. સૌથી મોટો સાશનકાળ નરેન્દ્ર મોદીનો 4610 દિવસ રહ્યો છે ત્યારબાદ વિજય રૂપાણી બીજા નંબરે રહ્યા છે.
- ડો. જીવરાજ મહેતા 1-5-1960 થી 19-09-1963
- બળવંત મહેતા 19-09-1963 થી 19-09-1965
- હિતેન્દ્ર દેસાઇ 19-09-65 થી 13-05-1971
- ઘનશ્યામભાઇ ઓઝા 17-03-1972 થી 17-07-1973
- ચીમનભાઇ પટેલ 17-07-1973 થી 09-02-1974
- બાબુભાઇ.જે. પટેલ 18-06-1975 થી 12-03-1976
- માધવસિંહ સોલંકી 24-12-1976 થી 11-04-77
- બાબુભાઇ .જે.પટેલ 11-04-1977 થી 17-02-1980
- માધવસિંહ સોલંકી 6-06-1980 થી 06-07-1985
- અમરસિંહ ચૌધરી 06-07-1985 થી 09-12-1989
- માધવસિંહ સોલંકી 10-12-89 થી 03-03-1990
- ચીમનભાઇ પટેલ 04-03-1990 થી 17-02-1994
- છબીલદાસ મહેતા 17-02-1994 થી 13-03-1995
- કેશુભાઇ પટેલ 13-03-1995 થી 21-10-1995
- સુરેશચંદ્ર મહેતા 21-10-1995 થી 19-09-1996
- શંકરસિંહ વાઘેલા 23-10-1996 થી 28-10-1997
- દિલીપ પરીખ 28-10-1997 થી 04-03-1998
- કેશુભાઇ પટેલ 04-03-1998 થી 07-10-2001
- નરેન્દ્ર મોદી 07-10-2001 થી 22-04-2014
- આનંદીબેન પટેલ 22-04-2014 થી 06-08-2016
- વિજય રૂપાણી 07-08-2016 થી 11-09-2021