છોકરીઓને કોઈ પ્રેમ કરતું નથી. જ્યારે ઘરે છોકરાનો જન્મ થાય છે, ત્યારે ઉજવણી કરવામાં આવે છે. બાળકીના જન્મ પર કોઈ કંઈ કરતું નથી અને ઊલટાનું આખું ઘર નારાજ થઈ જાય છે. કેટલીક વખત તો લોકો ડોક્ટર પાસે તપાસ કરાવીને ગર્ભમાં બાળકીની હત્યા કરી નાખે છે. પરંતુ આજે અમે તમને જે જાણવા જી રહ્યા છીએ તે આના કરતા સાવ ઉલટું છે. જી હા, ભોપાલમાં એક પાણીપુરી વાળાએ દીકરીઓને બોજો માનનારાઓને ખુબ જ સારો સંદેશ આપ્યો છે. તેણે પુત્રીના જન્મની ખુશીમાં લોકોને દિવસભર મફત પાણીપુરી ખવડાવીને નમાવી છે.
આ પણ વાંચો :ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ MLA ભાજપમાં જોડાયા
કોલર રોડ પર રહેતી અંચલ ગુપ્તાના ઘરે દીકરીનો જન્મ 17 ઓગસ્ટના રોજ થયો હતો. તેઓએ તેનું નામ ‘અનોખી’ રાખ્યું છે. તેની પહેલા તેનો બે વર્ષનો પુત્ર પણ છે. દીકરીના જન્મ પહેલા જ તેણે વિચાર્યું હતું કે તેને દીકરી થશે ટો તેની ખૂબ જ અનોખી રીતે ઉજવશે. આ સાથે, તે એ સંદેશ પણ આપવા માંગતી હતી કે જીવનમાં દીકરીથી મોટી કોઈ ખુશી નથી.
#लाड़ली_लक्ष्मी के आगमन पर भोपाल के अंचल गुप्ता ने दिन भर सबको मुफ्त गोलगप्पे खिलाये.
गुप्ता जी का गोलगप्पे का ठेला है,लेकीन दिल दिमाग विचार पहाड़ बराबर.
इन्हें होना चाहिए @CMMadhyaPradesh लाडलियों के लिए चलने वाली योजनाओं का ब्रांड एंबेसडर@ChouhanShivraj @SadhnaShivraj pic.twitter.com/HBvMB2gUmb
— Anurag Amitabhانوراگ امیتابھअनुराग अमिताभ (@anuragamitabh) September 12, 2021
અંચલ ગુપ્તા 14 વર્ષથી પાણીપુરીની દુકાન ચલાવે છે, પરંતુ આજે અંચલ ગુપ્તાએ તેની દુકાનમાં દિવસભર મફતમાં પાણીપુરી ખવડાવી હતી. આપને જણાવી દઈએ કે, અંચલ ગુપ્તા દીકરીના જન્મ માટે માનતા માની હતી અને હવે જ્યારે તેની માનતા પૂરી થઈ ત્યારે દીકરીનો જન્મ થવા પર તેની ખુશીની કોઈ સીમા નહોતી.

આ પણ વાંચો :બારામુલ્લા જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા એક નું મોત તો ઘણા લાપતા થયા
આ ખુશીમાં તેણે પોતાની દુકાનની બહાર તંબુ લગાવ્યો અને નક્કી કર્યું કે રવિવારે જે પણ તેની દુકાનમાં આવશે તેને વિનામૂલ્યે પાણીપુરી ખવડાવવામાં આવશે. રવિવારે, અંચલ ગુપ્તાએ બપોરે 1 થી સાંજના 6 વાગ્યા સુધી દુકાનમાં આવતા તમામ ગ્રાહકોને મફત પાણીપુરી ખવડાવી હતી.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનો કટાક્ષ – ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?
આ પણ વાંચો :રામવિલાસ પાસવાનની પ્રથમ પુણ્યતિથિ પર PM મોદીનો ભાવુક પત્ર, પુત્ર ચિરાગે કહ્યું – તમારા આશીર્વાદ…
