જમ્મુ -કાશ્મીર ભારે વરસાદ ના પગલે બારામુલ્લા જિલ્લાના કાફરનાર બહક વિસ્તારમાં વાદળ ફાટ્યા હોવાનું જાણવા મળ્યું છે જે અંતર્ગત તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય લોકો વાદળ ફાટવાથી સર્જાતા ફ્લેશ પૂરમાં ગુમ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર કાફરનાર સુધી આવ્યું હતું, રાજૌરીના હાજી બશીર બકરવાલ નામના પરિવારના સભ્યનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્યનો પત્તો લાગ્યો નથી.
અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે, જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી પણ નબળી છે. દરમિયાન, અન્ય એક ઘટનામાં, કુલગામ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ એક પરિવારના પાંચ સભ્યોને યાથ યથુર ડ્રેઇનમાંથી બચાવી લીધા છે, કારણ કે તેઓ આ વિસ્તારમાં ગઇકાલથી ભારે વરસાદને કારણે અટવાઇ ગયા હતા.
Jammu and Kashmir | Cloud burst reported at Kafarnar Bahak, in upper reaches of Baramulla district. Five Bakarwals from Rajouri district were reported missing. Details awaited: Disaster Management Authority, J&K Govt
— ANI (@ANI) September 12, 2021
સપ્ટેમ્બરની મધ્યરાત્રિમાં સતત વરસાદને કારણે, નાલા યાથ યથુરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું અને કુટુંબ તેમના પશુઓને લઈ જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે તમામને બચાવી લેવાયા છે. આ વર્ષની શરૂઆતમાં જુલાઈમાં જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે.
